________________
ધ્યાન અને કાયોત્સર્ગ છે પિંડસ્થ ધ્યાન
દ્વાદશ હંસા ઊલટિ ચલેગા,
તબ હી જ્યોતિ પ્રકાશા. પ્રાણપુરુષનો નિવાસ નીચેના કમળમાંથી ઊંચે રહેલા કમળમાં (મૂળાધારથી સહસ્ત્રારમાં) થાય છે ત્યારે પ્રાણવાયુની ધારા ઊલટી બાજુ, એટલે કે સુષુણ્ણા નાડીમાં થવા લાગશે. જ્યારે બાર આંગળનો વાયુ સુપુખ્ખામાં વહેવા લાગે છે ત્યારે આત્મજ્યોતિ પ્રકાશે છે.
શ્રી મકરન્દ દવે “વિશ્વ ચેતનાના વણજારા” માં બાર આંગળના શ્વાસ માટે લખે છે : યોગશાસ્ત્રો કહે છે કે સ્વસ્થ વ્યક્તિનો શ્વાસોચ્છવાસ બાર આંગળ અંતર સુધી ચાલે છે. શ્વાસ બાર આંગળથી વધુ લંબાતો હોય તો જાણવું કે વ્યક્તિ ઉગ્ર, ક્રોધમાં ધૂવાંપૂવા કે વધુ પડતી પરિશ્રમી છે.
કેવી રીતે ખબર પડે કે બાર આંગળ વાયુ વહે છે ? એ માટે બાર આંગળ દૂર અરીસો રાખવામાં આવે તો અરીસા પર ભેજ લાગવાથી ખબર પડશે અથવા નાકમાંથી હવા કેટલી દૂર જાય છે તે હથેળી રાખતાં જવાથી યોગ્ય માત્રા મળી જશે. એ મેળવવી અને સ્થિર કરવી એ જ મોટી ક્રિયા છે.
સુષુણ્ણા માટે કહેવાય છે : સુષુણા પરમ સુંદર છે. સુષુણ્ણા નાદ સ્વરૂપિણી છે. સુષુણ્ણા કાળનું ભક્ષણ કરનારી છે.
પોતાના ઘરમાં પોતાનો પ્રવેશ. એવો તો અદ્વિતીય આનંદ એ ક્ષણોમાં હોય કે શબ્દોમાં એને મૂકી શકાય.
આ પૃષ્ઠભૂ પર પૂ. ચિદાનંદજી મહારાજે આપેલ પિંડસ્થ ધ્યાનને વર્ણવતી કડી જોઈએ :
• ૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org