SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ જ પિંડસ્થ ધ્યાન સદ્ગુરુ શિષ્યની આંખોમાં પ્રવચન અંજન આંજે છે. બસ, આટલો જ ઇશારો. કઈ રીતે આંજે છે ? આંખોમાં આંખ મિલાવીને. સદ્ગુરુ શક્તિપાત ઘણી રીતે કરે છે. એક ઈશારો પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે પરમતારક શ્રીમુનિસુવ્રતસ્વામીના સ્તવનમાં આપ્યો છે : “જસ કહે સાહિબ મુગતિનું કર્યું તિલક નિજ હાથે.” આજ્ઞાચક્ર પર સદ્ગનો અંગૂઠો દબાય છે અને સાધકનું મુક્તિપથ ભણી પ્રયાણ શરૂ થાય છે એનો આ મઝાનો ઈશારો. અહીં સદ્ગુરુના કરકમળને પ્રભુના કરકમળ રૂપે ઉલ્લેખ્યો છે. પ્રભુ સદ્ગુરુ દ્વારા જ શક્તિપાત કરશે ને ! આ શક્તિપાતને ઝીલવાની સજ્જતા, પહેલાં કહ્યું તેમ, વિભાવશૂન્યતાની છે. એ વિભાવ-શૂન્યતાની પૃષ્ઠભૂ પર અહોભાવ - તીવ્ર અહોભાવ પેદા થાય છે; જે સાધકની ચેતનાને સગુરુનો શકિતપાત ઝીલવા માટે સક્ષમ બનાવે છે. તો, સાધકના પક્ષે જોઈશે તીવ્ર અહોભાવ સદ્ગુરુ ચરણો પ્રતિ. એ અહોભાવ શું કરે છે તેની વાત ભક્તિમતી મીરાંએ કહી છે : ભવસાગર અબ સુખ ગયો હૈ, ફિકર નહિ મોહિ તરનન કી.” આ ચમત્કાર શી રીતે થયો? કહે છે મીરાં: “મોહિ લાગી લગન ગુરુચરનનકી” સદ્ગુરુએ ભીતરી ઘરમાં પ્રવેશ કરાવ્યો. કઈ રીતે એ પ્રવેશ થાય છે એની હૃદયંગમ અભિવ્યક્તિ ગોરખનાથના શબ્દોમાં : અરધંત કંવલ ઉરપંત મળે, પ્રાણ પુરુષ કી વાતા; ૫૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy