________________
ધ્યાન અને કાયોત્સર્ગ પિંડસ્થ ધ્યાન
રવિ સાહેબ કહે છેઃ ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર..' કાયાના ઘરમાં ગુણોનું ઘર બતાવી દે તે જ સદ્ગુરુ.
સદ્ગુરુ શી રીતે સાધકને અંદરના ઘરમાં લઈ જાય છે ?
મઝાની વાત સ્થૂલિભદ્ર મુનિની છે. સદ્ગુરુ આર્ય, સંભૂતિવિજય મહારાજ પાસે સ્થૂલિભદ્રજી પોતાને દીક્ષિત કરવાની વિનંતી કરે છે.
બાર વર્ષ સુધી કોશા નામની નર્તિકાના પ્રેમમાં ગળાડૂબ ડૂબેલ સ્થૂલિભદ્રજીને દીક્ષા આપતી વખતે સદ્ગુરુએ શક્તિપાત કર્યો. ભીતરી સ્વરૂપ સાથે એવી પ્રીતિ સદ્ગુરુએ બંધાવી દીધી કે બહારની બધી જ પ્રીતિઓ છ થઈ ગઈ.
ચાતુર્માસ કોશાને ત્યાં ગાળી સ્થૂલિભદ્ર મુનિ ગુરુજી પાસે આવ્યા ત્યારે ગુરુએ કહ્યું : તું દુષ્કર-દુષ્કર કારક છે. ખૂબ જ અઘરું ગણાતું કાર્ય તારા દ્વારા થયું.
આવા અનુકૂળ ઉપસર્ગમાં સ્થિર રહેવું ખરેખર અઘરું હતું અને એ સંદર્ભમાં આ ગુરુવચન હતું.
એક બીજી પણ કલ્પના મઝાની લાગે : સદ્ગુરુના શક્તિપાતને ઝીલવો એ અઘરું કાર્ય છે. અને સદ્ગુરુથી ભૌગોલિક રીતે ખૂબ દૂર ગયા પછી પણ તેમના ઑરા સર્કલમાં, અવગ્રહમાં સ્થૂલિભદ્રજી રહી શક્યા એ દુષ્કર - દુષ્કર હતું.
સદ્ગુરુના શક્તિપાતને ઝીલવો અઘરો કેમ છે ?
સાધક વિભાવોથી ખાલી થઈને આવે તો જ ગુરુના શક્તિપાતને તે ઝીલી શકે. આથી જ, વંદનસૂત્રમાં ત્રણ વાત થઈ છે : ગુરુદેવ ! હું આપને વંદના કરું ? ગુરુદેવ ! આપના અવગ્રહમાં / ઑરા સર્કલમાં હું
૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org