________________
ધ્યાન અને કાયોત્સર્ગ - પદસ્થ ધ્યાન
માનદંડ છે રાગ, દ્વેષ, અહંકારની શિથિલતા. એમ લાગે કે સાધના પથ પર ચાલતાં રાગ, દ્વેષ, અહમ્ પાતળાં પડ્યાં છે, તો પોતાનો માર્ગ સાચો છે તેમ તે જાણે.
છતાં અહીં ભ્રમણાની સંભાવના છે. પોતાની જાતને સાધક એવી તીક્ષ્ણતાથી ન જોઈ શકેલ હોય તો...?
ન
તો ગુરુ પ્રત્યય. સદ્ગુરુ પાસે જઈ સાધક પોતાની ભીતરી સ્થિતિનું આકલન કરાવી લે. ગુરુદેવ ! હું બરોબર છું ?
‘ગ્યાન ગુરુ કરી.’
આત્માનુભૂતિ. રાગ-દ્વેષાદિની શિથિલતાની પૃષ્ઠભૂ પર તમને તમારા ગુણોની અલપ ઝલપ ઝાંખી મળે છે.
ક્ષીણ વિકલ્પતાને કારણે નિર્મળ આત્મદશા. અને એ નિર્મળ આત્મદશામાં પ્રભુના ગુણોનું પ્રતિબિમ્બન તે સમાપત્તિ.
આ સમાપત્તિની નાનકડી ઝલક પદસ્થધ્યાનમાં છે. ‘ગુણ વિચાર નિજગુણ જે લહે...’ પ્રભુના ગુણોની અનુપ્રેક્ષા કરી અને એ ગુણો ગમ્યા. અને ગુણોનું પ્રતિબિમ્બન ભીતર ઉપસ્યું.
પૂજ્ય આનન્દઘનજી મહારાજે પ્રભુના રૂપને આ રીતે જોયું છે : ‘અમીય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાન્ત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપ્તિ ન હોય..’
આ પ્રશમરસનું પ્રતિબિમ્બન આપણી ભીતર પાડવા માટેની એક નાનકડી વિધિઃ
Jain Education International
૪૬
For Personal & Private Use Only
www.jainelibrary.org