SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ છે પદસ્થ ધ્યાન બહુ મઝાનો સવાલ, સાધનાનાં સન્દર્ભમાં થશે કે સાધક ચેતનાથીસ્વગુણથી ભરેલ ક્યારે કહેવાય? જવાબ એ મળે છે કે : એ સ્વના ઉપયોગમાં હોય તો સ્વભાવમૂર્તિ. એ જો પરના ઉપયોગમાં જ હોય તો વિભાવમૂર્તિ. “સમયસાર'ની પરિભાષામાં જડ. પૂજ્ય આનન્દઘનજી મહારાજ પરમતારકશ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તવનામાં કહે છે : “પરભાવે કરી પરતા પામતાં, સ્વસત્તા થિર ઠાણ.” ઉપયોગ પરભાવમાં ગયો તો ચેતના પરતાને પામી. સ્વસત્તા તો સ્થિર છે. એ સ્વમાં જ રહે, પરમાં ન જાય. પંચવિંશતિકાએ આ માટે સાધકના લયને ખોલ્યો છે : “વદિપપુ શસ્ત, સાસને પદ્રવ્ય.' સાધકો બહિર્ભાવમાં – પરભાવમાં સુષુપ્ત હોય છે; તેમાં જતા જ નથી. હા, પર દ્રવ્યનો - વસ્ત્ર, પાત્રાદિનો - ઉપયોગ કરવાનો હોય છે, પણ એ દ્રવ્યો પ્રત્યે ત્યાં છે માત્ર ઉદાસીન ભાવ. સારા પદાર્થો છે માટે રતિભાવ કે પદાર્થ ખરાબ છે માટે અરતિભાવ આ વાત ત્યાં નથી. ત્યાં છે માત્ર ઉદાસીન ભાવ. “ચેતનિ અસવાર.” સાધક છે ચૈતન્ય સભર. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગમાં રત. આનન્દપૂર્ણ. ગ્યાન ગુરુ કરી.” માર્ગદર્શક - ગુરુ છે આત્મજ્ઞાન. આત્માનુભૂતિ. આ માટે યોગશાસ્ત્રોએ આત્મપ્રત્યય અને ગુરુપ્રત્યયની વાત કરી છે. સાધના માર્ગે આગળ વધતાં સાધકને પોતાને લાગે કે પોતે સમ્યક્ પથ પર – પ્રોપર વે પર - ચાલી રહ્યો છે તો તે છે આત્મપ્રત્યય. આત્મપ્રતીતિ માટેનો માનદંડ શો? ૪૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy