________________
ધ્યાન અને કાયોત્સર્ગ - પદસ્થ ધ્યાન
નિર્મળ આત્મદશા.
‘યોગસાર” યાદ આવે ‘આજ્ઞા તુ નિર્મનં વિત્ત, કર્તવ્યે ઋટિોપમનું. આજ્ઞા એટલે સ્ફટિકસું પારદર્શી ચિત્ત.
ઇચ્છાઓ ચિત્તને મલિન બનાવે છે. ઇચ્છાની પૂર્તિ થાય તો રતિભાવના તરંગો. ઇચ્છા પૂરી ન થઈ તો અરતિભાવના તરંગો.
એક ભિક્ષુ એક વાર રડતા'તા. એક ભક્ત પૂછ્યું : શા માટે આપ રડો છો ?
ભિક્ષુએ કહ્યું : મારું મન તીર્થયાત્રા માટે ઉત્સુક બન્યું છે માટે...
ભક્ત કહે : પણ એમાં આપ વ્યથિત કેમ થાઓ છો? જે અસુવિધા હોય તેની વાત મને કરો. મારાથી શક્ય હોય તે સુવિધા આપને આપું, અપાવું.
ભિક્ષુ કહે છે હું પીડિત એટલા માટે છું કે મારા મને ઇચ્છા પ્રગટ કેમ કરી? આજે તીર્થયાત્રાની ઇચ્છા થઈ. કાલે બીજી થશે. અને એમ જો ઇચ્છાઓનો દોર વણતૂટેલો ચાલ્યા કરે તો સાધના ક્યાં રહે?
માળાધો' ની સામે જ સૂત્ર ખૂલશે : “ચ્છીમધખો.' આજ્ઞામાં ધર્મ તો ઇચ્છામાં અધર્મ
નિર્મળ આત્મદશા. ગોરખનાથ યાદ આવે : સહજ પલાણ પવન કરી ઘોડા, લે લગામ ચિત્ત ચબકા; ચેતનિ અસવાર ગ્યાન ગુરુ કરી, ઔર તજો સબ ઢબકા.
૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org