SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • પદસ્થ ધ્યાન વિકલ્પો આવી રહ્યા છે. એમને દૂર કરવા માટે આ પ્રાયોગિક ઉપાય છે: કાંટાથી કાંટો નીકળે તેમ વિકલ્પોથી વિકલ્પો નીકળે. વિકલ્પોથી જે વિકલ્પોને વિષે વિચારી શકાય : શો અર્થ આ વિકલ્પોનો ? ઘણીવાર આવું બનતું હોય છે : એક વ્યક્તિ ખૂબ ઊંડા વિચારમાં ગરકાવ થયેલી હોય. પૂછીએ તો જવાબ પણ આપી શકે તેમ ન હોય. બે દિવસ પછી એ વ્યક્તિને પૂછીએ કે તે દિવસે કયા વિચારમાં ડૂબી ગયેલ હતા? ત્યારે એમ વિચારમાં પડે છે : કયો વિચાર હતો ? બે દિવસમાં જેની નોંધ પણ ભૂલી જવાય છે, એ વિચાર આપણને આટલી હદે હેરાન-પરેશાન કરી મૂકે છે. અહીં આ વિચારબિન્દુ ઉપસે કે આવા વિકલ્પનો શો અર્થ ? વિકલ્પો પ્રત્યેની તીવ્ર અનાસ્થા અહીં કેન્દ્રમાં છે. ” આ અનાસ્થાને કારણે વિકલ્પો સાથે તાદાભ્ય-સાંઠગાંઠ નથી થતી. વિચારો આવ્યા ગયા. એ ભીતર જડાઈ ન ગયા. વિચારો છે ચિત્તાકાશમાં. સાધક છે ચિદાકાશમાં વિચારના વાદળો આકાશમાં આવ્યા ને વિખરાયા. સાધક એમની સાથે સંબંધ બનાવતો નથી. ક્ષીણવૃત્તિતા. ક્ષીણ-યોગતા. વિકલ્પો ધીરે ધીરે ઓછા થતા જાય. અપૂર્વ અવસર' પદની આ પંક્તિ યાદ આવે : સંયમના હેતુથી યોગpવના, સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, . અન્ને થાયે નિજ સ્વરૂપમાં લીન જો...' ૫ ૩૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy