SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - પદસ્થ ધ્યાન પૂજ્યપાદ જ્ઞાનવિમલસૂરિમહારાજની એક સ્તવના-પંક્તિ યાદ આવે છે : ‘જિણ પરે દેશના દેયતાં એ, સમરું મનમાં તેહ, પ્રભો ! તુમ દરિસને એ.' પ્રભુ ! તારું દર્શન કરું છું. અને તે ક્ષણે સમવસરણમાં દેશના આપતાં આપને હું જોઈ શકું છું. પદસ્થ ધ્યાનની પૂજ્ય ચિદાનન્દજી મહારાજે આપેલ વિભાવનાને, આ સન્દર્ભમાં જોઈએ : તીર્થંકર પદવી પરધાન, ગુણ અનન્ત કો જાણી થાન; ગુણ વિચાર નિજગુણ જે લહે, ધ્યાન પદસ્થ સુગુરુ ઈમ કહે...' ॥૯૪॥ તીર્થંકર પદ. વિશ્વનું શ્રેષ્ઠ પદ. અનન્ત ગુણોનું તે ધામ છે. એ ગુણોનું પ્રતિબિમ્બન સાધકની ચેતનામાં પડે તે પદસ્થ ધ્યાન. નિર્મળ ચેતનામાં જ પ્રતિબિમ્બન પડે. જ્ઞાનસાર પ્રકરણમાં સમાપત્તિ ધ્યાન અંગે જે કહેવાયું છે તે અહીં નોંધવા જેવું છે : मणाविव प्रतिच्छाया, समापत्तिः परात्मनः । ક્ષીળવૃત્તૌ ભવેત્ ધ્યાના-વન્તરાત્મનિ નિર્મલે ।। ૐ૦-રૂ।। વૃત્તિઓ— વિકલ્પોનું ક્ષીણ થવું અને નિર્મળ અન્તરાત્મ દશા હોવી. આ બે પર અહીં ભાર મૂકાયો છે. અને નિર્મળ અન્તરાત્મદશામાં સાધક હોય છે ત્યારે તેના ચિત્તમાં પરમાત્માના ગુણોનું પ્રતિબિમ્બન પડે છે. ક્ષીણવૃત્તિતા અને નિર્મળ અન્તરાત્મદશા માટે શું કરવું જોઈએ ? 39 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy