________________
ધ્યાન અને કાયોત્સર્ગ • રૂપસ્થ ધ્યાન ગુરુ કહે છે : બે વર્ષ પછી મારી પાસે તું આવજે.
સાધકને ખ્યાલ આવી ગયો કે ગુરુએ પોતાને ના-પસંદ કર્યો છે. પણ શા માટે ? તે ખ્યાલ તેને ન આવ્યો. ગુરુ ઈશારો પણ નથી આપતા કે એની શી ચૂક થઈ છે.
બે વર્ષ સુધી ખૂબ અધ્યયન કરી ફરી સાધક સદ્ગુરુ પાસે આવે છે. બૌદ્ધ શાસ્ત્રોનો અભ્યાસ અને કહે છે કે બધું જ ક્ષણ-વિનશ્વર છે. છે, છે ને નથી. વૈરાગ્યનું, પરની નિરર્થકતાનું જ્ઞાન હવે એની પાસે છે.
ગુરુને પ્રણામ કર્યા સાધકે. ગુરુએ ફરી એ જ પ્રશ્ન કર્યો સામે શું દેખાય છે ? સાધકે કહ્યું કંઈ જ નહિ. કારણ કે એના અભ્યાસ પ્રમાણે બધું જ આભાસી હતું. એ હોવાનો કોઈ અર્થ નહોતો.
ગુરુએ કહ્યું : બે વર્ષ પછી મારી પાસે આવજે.
ફરી શું ચૂક થઈ ? ખ્યાલ નથી આવતો. ફરી બે વર્ષ ઊંડા અધ્યયનમાં. બે વર્ષને અત્તે સદ્ગુરુનાં ચરણોમાં. ફરી એજ પ્રશ્ન. સાધક જવાબ આપે છે જ, પર્વત, ઝરણાં, વૃક્ષો દેખાય છે.
ગુરુએ એને પસંદ કર્યો. પોતાની પાસે વિશેષ અધ્યયન માટે રાખી લીધો.
પહેલી વખતના જવાબ સમયે જ્યારે સાધક કહેતો હતો કે પોતાને પર્વત, ઝરણાં, વૃક્ષો દેખાય છે ત્યારે તે તેમને સાચુકલાં માનીને કહેતો હોય એવો ભાવ તેના ચહેરા પરથી ધ્વનિત થતો હતો.
બીજીવાર કહ્યું ત્યારે જે દેખાય છે, તે બધાનો અપલોપ હતો.
ત્રીજી વાર પદાર્થોનો સ્વીકાર હતો, પણ મનમાં ઉદાસીનભાવ ઘુંટાયેલ હતો. છે” કહેતી વખતે ચહેરા પરના ભાવો કહેતા હતા કે આ બધાનો કોઈ અર્થ નથી.
૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org