________________
ધ્યાન અને કાયોત્સર્ગ • રૂપસ્થ ધ્યાન
લીધી. પણ એ પરિસ્થિતિનું શીર્ષાસન થતાં શું વાર લાગે? અને તો, સાંઈઠ ટકા વિકલ્પો ચિત્તની પૃષ્ઠભૂ પર આવી જાય.
તો, સાધકે નિરીક્ષણની - ઓલ્ઝર્વેસનની ક્ષણોમાં પૂર્ણ સાવધ રહેવું જોઈએ. એ ક્રોધને કે આસક્તિને માત્ર જોનાર જ હોય, એમાં ભળેલ ન હોય.
અલબત્ત, અજાગૃત મનમાં વિકલ્પો ચાલુ રહી શકે છે. જાગૃત મનમાં પણ કર્મોદયના પ્રભાવે વિકલ્પો આવી શકે. પરંતુ સાધક કર્મોદયથી પ્રભાવિત ન હોવો ઘટે. એ માત્ર અને માત્ર સ્વગુણની ધારામાં ઓતપ્રોત હોય.
રૂપસ્થ ધ્યાનની કેવી મઝાની પૃષ્ઠભૂ થઈ ! “રહત વિકાર સ્વરૂપ નીહારી...' ક્રોધ આદિને જોતાં જોતાં , દર્શન-ગુણમાં એવા તો લીન બની જવાનું કે ઉદયાનુગતતાની એ ક્ષણો સ્વભાવાનુગતતાની ક્ષણો બની રહે.
અચ્છા, ક્રોધ વગેરે ઉઠે ત્યારે એમને જોવાના. એ ન ઉઠે ત્યારે શું જોવું ? ત્યારે વિકલ્પો જોવાના.
વિકલ્પો ઉઠે છે. સાધક તેમને જુએ છે. વિકલ્પો તમારું સ્વરૂપ નથી. તમે શા માટે એમાં ભળો? એ જ રીતે, આજુબાજુના દશ્યોને પણ માત્ર જુઓ. એમાં રતિ કે અરતિનો ભાવ ન ભેળવો.
પ્યારી ઝેનકથા છે. પ્રારંભિક અધ્યયન પૂર્ણ થયા પછી સાધકને ગુરુ પાસે મૂકવામાં આવે છે.
સાધક ગુરુનાં ચરણોમાં મૂકે છે. ગુરુ બારી તરફ આંગળી ચીંધી શિષ્યને પૂછે છે : શું દેખાય છે?
સાધકે કહ્યું : જી, ઝરણાં, પર્વત, વૃક્ષો દેખાય છે.
૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org