________________
ધ્યાન અને કાયોત્સર્ગ • રૂપસ્થ ધ્યાન મારા દાદા ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજાનું સ્વાથ્ય રાધનપુરમાં લથડેલું. મોટા ડૉક્ટરોએ કહેલું કે હવે થોડાક દિવસોથી વધુ આગળ જીવનદીપ નહિ ચાલે. અત્તિમ ભૂમિની જગ્યા પણ પસંદ થઈ ગયેલી. ચન્દનના લાકડા પણ આવી ગયેલા.
એ વખતે પાલનપુરથી નિષ્ણાત ડૉક્ટર આવ્યા. તેમણે સાહેબને જોયા. પછી બહાર આવીને તેમણે કહ્યું કે આવા દર્દમાં આવી શાન્તિ પહેલીવાર હું જોઈ રહ્યો છું. અમારી હોસ્પિટલમાં આવો દર્દી હોય તો વોર્ડમાં કોઈને સૂવા ન દે.
પૂજ્યપાદશ્રીની આ સમાધિદશાના સાક્ષી બનવાનું સૌભાગ્ય મને મળેલું. તેઓશ્રીની જોડે રહેવાનું. દવા વગેરે આપવાની. પણ એ દિવસોમાંય તેઓશ્રીના ચહેરા પર એ જ એમનું ચિરસાથી સ્મિત ફરક્યા જ કરતું તે જોયું છે.
શરીર શરીરનું કામ કરતું હતું. તેઓશ્રી પોતાનું – આરાધનાનું કામ કરતા હતા. વહેલી સવારે ઉઠી સૂરિમંત્રના જાપથી લગાવીને પૂરા દિવસનો તેઓશ્રીનો સાધનાક્રમ, તે દિવસોમાં પણ, એ જ રીતે ચાલ્યા કર્યો.
ચેતના સ્વભાવાનુગત કેવી રીતે થઈ શકે છે એનો આ પાઠ મારા શૈશવમાં મને મળ્યો.
હવે આ જ લયને ક્રોધાદિના ઉદય વખતે જાળવવાનો છે.
સત્તામાં છે. ક્રોધ, તો ઉદયમાં આવશે. સાધક પોતાના ક્રોધને જુએ. તેમાં ભળે નહિ. મનના સ્તરે ક્રોધનો ઉદય છે. પણ તમે તો મનને પેલે પાર છો. તમારે તો ક્રોધના ઉદયને જોવાનો છે.
ક્રોધના કરનાર તરીકે આપણે અગણિત જન્મો સુધી રહ્યા. આ જન્મમાં હવે આપણે ક્રોધના કરનાર નહિ, તેના જોનાર છીએ. “રહત વિકાર
૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org