________________
ધ્યાન અને કાયોત્સર્ગ • રૂપસ્થ ધ્યાન
રૂપસ્થ ધ્યાન. ‘રત વિકાર સ્વરૂપ નીહારી,
તાકી સંગત મનસા ધારી; નિજ ગુણ અંશ લહે જબ કોય,
પ્રથમ ભેદ તિણે અવસર હોય.” // ૯૩.// સાધકના પ્રારંભિક ધરાતળ પરથી સાધનાને ઊચકી છે અહીં.
બહુ જ મઝાનો લય અહીં પકડ્યો છે. પ્રભુના ગુણોનું કે આત્મગુણોનું દર્શન કે સ્પર્શન કદાચ અઘરું પણ પડે. પરંતુ જે ક્રોધ, કામ વગેરે ભીતર ઉઠે છે, તેમનું દર્શન તો આસાનીથી થઈ શકે ને ? “રહત વિકાર સ્વરૂપ નીહારી.ક્રોધ ઉઠ્યો, તો તેને જોવાનો. ‘તાકી સંગત મનસા ધારી.” મનની અંદર થોડીક ક્ષણો સુધી એ જોવાનું ચાલુ જ રહે.
અત્યાર સુધી ક્રોધ ઉઠે ત્યારે તેમાં ભળી જવાતું હતું. ચેતના ઉદયાનુગત બની જતી. જોવાની પ્રક્રિયા ચાલુ થઈ એનો મતલબ એ થયો કે સાધકની ચેતના એ ક્ષણોમાં સ્વભાવાનુગત થઈ. જોવું એ આત્માનો સ્વભાવ છે. તમે માત્ર દ્રષ્ટા બન્યા તો તમારી ચેતના સ્વભાવાનુગત બની.
ઉદયાનુગત ચેતના તો છે જ સામાન્ય માનવી પાસે. સાધક અહીં જુદો પડે છે.
ધારો કે, અસાતા વેદનીયનો ઉદય થયો. શરીર રોગોથી ઘેરાયું. સામાન્ય માનવી આ પરિસ્થિતિમાં હેરાન-પરેશાન બની જશે. “અરે, મને આવા રોગો થયા !”
સાધક આ જ પરિસ્થિતિમાં સહેજે પીડિત નથી. શરીરના સ્તર પર રોગો આવ્યા છે. આવી શકે. મને કંઈ જ થયું નથી.
૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org