SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - પંચાચારમયી સાધના આનન્દઘનતાની દિશામાં ડગ માંડવા તે ધ્યાન અને બહિર્ભાવને સંપૂર્ણતયા દૂર કરી પોતાની ભીતર ઊતરી જવું તે કાયોત્સર્ગ. આ કાર્ય ત્રિપદીની પૂર્વે છે કારણ ત્રિપદી : પ્રાયશ્ચિત્ત, વિનય, વેયાવચ્ચ. પ્રાયશ્ચિત્ત : ચિત્તનું વિશુદ્ધીકરણ. રાગ-દ્વેષની શિથિલતા મળે પ્રાયશ્ચિત્તથી. ગુરુદેવની પાસે જઈ સાધક પોતાના પાપોનું આલોચન કરે છે. અને ગુરુદેવે આપેલ પ્રાયશ્ચિત્તને અહોભાવ પૂર્વક એ સ્વીકારે છે. આ પ્રક્રિયા સંક્લેશોને શિથિલ કરે છે. એ પછી આવે છે વિનય. ઝૂકો ગુરુદેવનાં ચરણોમાં. ઝૂકો વડીલો પ્રતિ. આ ઝૂકવાની પ્રક્રિયા અહંકારને શિથિલ કરે છે. શિથિલીકરણ – અહંકારનું -વેયાવચ્ચના ચરણે વેગ પકડે છે. નાનો સાધક છે, પણ બિમાર છે; ઝૂકો. તેની સેવા કરો. વૃદ્ધ મહાત્માની સેવા કરો. સેવાને સંબંધ ઝૂકવા સાથે છે અને એટલે જ ભગવદ્ ગીતા કહે છેઃ ‘સેવાધર્મઃ ૫૨મગહનો, યોગિનામપ્યગમ્યઃ’. સેવાધર્મ ૫૨મ ગહન છે અને તે યોગીઓની પહોંચથી પણ, કદાચ દૂર છે. ઝૂકી જવું. એનો જે આનન્દ છે - સમર્પણનો, અદ્ભુત. પ્રહલાદ પારેખ એક ગીતમાં સરસ રીતે સમર્પણનો મહિમા બતાવે છે. ગીત કાગળનાં ફૂલોને ઉદ્દેશીને લખાયું છે. કવિ કહે છે : ૧૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy