SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - સાધના ત્રિપદી શરણાગતિની ભાવધારા અહમૂને સામે છેડે છે. અહમ્ પીગળે તો જ શરણાગતિ વાસ્તવિક બને. દુષ્કૃત-ગહ પણ અહમૂને પીગાળવા માટે છે. અત્યાર સુધી, હું કેન્દ્રમાં હોવાને કારણે પોતાના દ્વારા જે કંઈ થાય તે સારું લાગતું હતું. “મારું તે સારું આ સૂત્રને આધારે ચલાતું હતું ને! હવે સાધક પોતે સેવેલ દોષોને ‘એ ખરાબ છે. એ રીતે જોઈ શકે છે. જો કે, સાધકને લાગે છે કે પોતાના દોષોને બારીકાઈથી જોવા અને તેમને ખરાબ માનવા એ એવી અઘરી વાત છે, જે માટે પ્રાર્થના જરૂરી છે. પ્રાર્થના વડે તો અશક્ય કાર્ય પણ શક્ય બની જાય ને ! સાધકની આ પ્રાર્થના : “હો૩ પુસા સન્મ રિહા | દોડે છે અરનિયમો / સમક, પ્રગટ પણે દોષોની નિન્દના મને મળો ! અને એ દોષો ફરીથી ન જ થાય એવું બળ મને મળો ! સુકતાનુમોદના. જે જે ગુણી વ્યક્તિઓના ગુણો દેખાય તેને અનુમોદવા. આ છે ગુણાનુરાગ. ગુણો પરનો અનુરાગ. ક્યારેક આપણને વહેમ થતો હોય છે કે ગુણાનુરાગ મારામાં છે. બારીકાઈથી જોઈએ તો ખ્યાલ આવે કે એ ખરેખર ગુણાનુરાગ છે કે ભ્રમ છે. એક વ્યક્તિ આપણને ગમે છે. હવે તેનામાં રહેલ ગુણો પ્રત્યે અનુરાગ છે એવો ખ્યાલ આપણને થાય છે. પણ આ ગુણાનુરાગ વ્યક્તિકેન્દ્રિત થયો. અને એથીય રસપ્રદ વાત તો એ છે એ વ્યક્તિ એટલા માટે ગમે છે કે એ આપણા અહમૂને પંપાળે છે. તો, આ ગુણાનુરાગ થયો કે અહમ્ પ્રત્યેનો અનુરાગ થયો ? ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy