SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • સાધના ત્રિપદી રહી છે. બાળકે ફરિયાદ કરી મા ! ભઈલાને તું જમાડે છે, તો મને કેમ જમાડતી નથી ? માએ કહ્યું : બેટા ! ભઈલો એની મેળે થોડો જમી શકે એમ છે ? તું તારી જાતે જમી શકે છે. સાધનાના સન્દર્ભમાં એક સરસ સૂત્ર આવે છે : “પંગું લંઘયતે ગિરિમ્.' પ્રભુની કૃપા પાંગળાને પણ ગિરિ કુદાવે છે. હું એ વાક્યમાં એક “એવ' મૂકવાનું પસંદ કરું છું. ‘પદ્રુમેવ લઘયતે ગિરિમ'. સાધનાનો પર્વત, પોતાની જાતે ન ચઢી શકનારને જ પ્રભુકૃપા ચઢાવે છે. હું સાધના કરું છું, કરી શકું છું એવો અહંકાર આવે તો પરમ ચેતના કઈ રીતે કામ કરશે ? નિરહંકારતાની આધારશિલા પર જ પ્રભુની શક્તિ ઝીલી શકાય છે. દુષ્કૃત-ગહ. અતીતની યાત્રામાં અને આ જીવનમાં પણ જે દોષો સેવાયા છે, તેની નિન્દના. પશ્ચાત્તાપની વહેતી અશ્રુધારા ફરી એ દોષોની નજીક સાધકને જવા દેતી નથી. એક મઝાનું સૂત્ર છે : દોષો ખટક્યા એટલે ગયા. ગુણો ગમ્યા એટલે મળ્યા. દોષો ખટકશે – રાગ, દ્વેષ, અહંકાર વગેરે - તીવ્રતાથી, ત્યારે પ્રભુનું શરણું બરોબર લેવાનું મન થશે. પ્રભુની કૃપા મને દોષોથી બચાવશે આ ભાવ શરણાગતિની વિભાવનાને દઢ કરશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy