________________
ધ્યાન અને કાયોત્સર્ગ ♦ સાધના ત્રિપદી
વરસાદનું ફોરું. દરિયામાં પડ્યું. થયું મિલન. સમુદ્રમાં એ ભળી ગયું. પણ હવે એ જ જગ્યાએથી કોઈ બુંદ ઉપાડે, હાથમાં લે, પૂરા સમુદ્રના ગુણધર્મો - ખારાશ ઇત્યાદિ- એ બુંદમાં છે જ ને !
પહેલાં, બિન્દુ સમુદ્રમાં ભળ્યું. હવે બિન્દુમાં પૂરો સમુદ્ર ઝલકે છે.
વીતરાગ સ્તોત્રની એક અશબ્દ વાચનામાં, શરણાગતવત્સલતાની સામે અસહાયતાને મૂકેલ છે.
એક બાજુ કહેવાયું કે પ્રભુની કૃપા જ મનુષ્યત્વના દ્વાર સુધી, શ્રામણ્ય સુધી સાધકને લઈ આવી. બીજી બાજુ સાધક ફરિયાદ કરે છે કે પ્રભુ ! મારી રત્નત્રયીનું આ રીતે વિષય, કષાયાદિ શત્રુઓ વડે અપહરણ થઈ રહ્યું છે અને છતાં તું કેમ કંઈ કરતો નથી ?
:
અશબ્દ વાચનામાં આવો ઉત્તર મળી શકે ઃ પ્રભુ કહેશે કે તું અસહાય હતો ત્યાં સુધી તને મારી સહાય મળતી રહી. અત્યારે તારા મનમાં ‘હું સાધના કરું છું' આવો ભાવ ભળી ગયેલ હોય તો તું તારા બળબુતા પર સાધના કરી રહ્યો છે એમ સમજાય... તારે મારી સહાય મેળવવી હોય તો તારે સંપૂર્ણ અસહાય બનવું જોઈએ.
સંત કબીર યાદ આવે : ‘નિરાધાર ભયે પાર.' પોતાની જાત પર પણ જેમણે આધાર ન રાખ્યો તે તરી ગયા. ઘણી વાર આ વાતને સમજાવવા હું એક ઉદાહરણ આપતો હોઉં છું: માને બે દીકરા. એક પોલિયો ગ્રસ્ત, એક સ્વસ્થ. સ્વસ્થ બાળક સ્કૂલેથી આવ્યું. માએ કહ્યું : બેટા ! તારી થાળી ઢાંકેલી મૂકી છે. તું જમી લેજે. અને એ વખતે મા ભાઈને જમાડી
(૧) મવત્પ્રક્ષાલેનૈવાહમિયતી પ્રાપિતો મુવમ્ । (૬-૮) (૨) ત્વપિ ત્રાતા ત્રાર્યન્મોદ્દાવલિમ્બુરૈ:।
રત્નત્રયં મે હિયતે હતાશો હા! હતોઽસ્મ તત્ ॥ (૧૬-૬)
८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org