SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • સાધના ત્રિપદી શરણ સ્વીકારનું પાણી અહંકારના માટીના લોંદાને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખે છે. કણ-કણમાં વેરીને સમાપ્ત કરી દે છે. શરણ પરમાત્માનું. શરણ સદ્ગુરુનું. શરણ સાધનાનું. આજ્ઞા ધર્મનું. સાધક મધુર સ્વરે પ્રતિદિન મંગલ પાઠમાં આ ભાવનાને અભિવ્યક્ત કરતાં સૂત્રો બોલે છે: ચરારિ સરણે પવન્જામિ. અરિહતે સરણે પવન્જામિ. સિદ્ધ સરણે પવન્જામિ. સાહૂ સરણે પવન્જામિ. કેવલિપન્નત્ત ધર્મ સરણે પવન્જામિ. શરણસ્વીકારમાં એ ભૂમિકા આવશે, જેની ચર્ચા પૂ. માનવિજય મહારાજે પરમતારક શ્રી કુષ્ણુનાથ પ્રભુની સ્તવનામાં કરી છેઃ મિલિયા ગુણ કલિયા પછી રે લોલ, બિછુરત જાયે પ્રાણ રે.... મિલન, ગુણકલન અને એકાકારીભવન આ ત્રણ ચરણો થયાં. પ્રભુ મળ્યા. આનન્દ, આનન્દ. પછી થશે ગુણકલન. પ્રભુ મળ્યા ને પોતાની ભીતર કેવું રૂપાન્તર થયું! આને કારણે પ્રભુ પરની ભક્તિ અતિશય વધી જાય અને ભક્તિના એ ભાવોદ્રેકમાં પ્રભુ સાથે ભક્ત એવો તો એકાકાર થઈ જાય કે પ્રભુ વિના એક ક્ષણ એને ગમે નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy