________________
ગુરુ પૂછે છે : તારું નામ શું, વત્સ ! મારું નામ રમ્યઘોષ.
ܝ ܣܘ
ધ્યાન અને કાયોત્સર્ગ - સાધના ત્રિપદી
સારું. આજનો પહેલો પાઠ એ કે તું તારું નામ નથી.
રમ્યઘોષ સદ્ગુરુના ઉપનિષમાં બેઠો. ચારેક કલાક પછી ગુરુએ કહ્યું : રમ્યઘોષ ! સાધકે કહ્યું : જી...
ગુરુ હસી પડ્યા. ‘તું આ રીતે અનામ અનુભવમાં જઈશ ?” રમ્યઘોષને ખ્યાલ આવી ગયો કે પોતે ક્યાં ચૂકી ગયો હતો.
વીસ વર્ષનો એક યુવાન દીક્ષા લે છે અને ગુરુ એને નવું નામ આપે છે ત્યારે ગુરુ વીસ વર્ષ સુધી જુના નામ સાથે સંકળાયેલા તમામ સંસ્કારોને મૂળમાંથી કાઢી નાખે છે.
હર્ષિત નામ સાથે સંકળાયેલ વીસ વર્ષની સ્મૃતિઓને ફંગોળવામાં એ યુવાનને સહાય મળે છે સદ્ગુરુ દ્વારા થતા નવીન નામન્યાસની.
નવું નામ તો દીક્ષિત જીવનનું છે. એટલે એ નામની ખીંટી પર સાધક કદાચ સાધનાને મૂકશે. એ ખીંટી પર ‘પર’નો બોજ નહિ લદાય. એ ખીંટી પર ‘હું’ ને નહિ લટકાવાય.
અહીં હુંના બે રૂપોની વાત થઈ. એક છે અહોભાવના લયનો હું. બીજો અહંભાવના લયનો હું. ‘પ્રભુની કૃપાથી કેવી સરસ સાધના થઈ...’ આ અહોભાવના લયનો હું છે. ‘મેં પેલાને કેવો દબાવ્યો; મેં પેલાને કેવું કહી દીધું....' આ અહંભાવના લયનો હું છે... સાધક પાસે આ પાછળના લયનો હું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org