________________
ધ્યાન અને કાયોત્સર્ગ - સાધના ત્રિપદી
ભક્તિમતી મીરાંએ કહેલું: “અંસુઅન સીંચ સીંચ પ્રેમબેલિ બોઈ.” આંસૂનાં ઘડે ઘડાં ઠાલવ્યાં છે, ત્યારે પ્રભુ મળ્યા છે. રીઝયા છે.
સાધકનો પ્રશ્ન આગળ વધ્યો : કેટલા ઘડા આંસૂથી પ્રભુ મળે ?
મીરાંએ કહેલું : જેટલા ઘડા આંસૂથી તમારું હું વિલુપ્ત થઈ જાય, અચેતના કણકણ થઈને ભગવત્ ચેતનામાં ભળી જાય એટલું પાણી જોઈએ.
સંત કબીરે આ શબ્દોમાં એની અભિવ્યક્તિ આપી : “બુંદ સમાના સમુંદ મેં', જીવતરના બુંદને- અહં બિન્દુને – પ્રભુના સમંદરમાં ડુબાડવું છે.
“હું શું છે?
સમાજે વ્યક્તિને ઓળખ માટે નામ આપ્યું. માણસે એ નામની આસપાસ બહુ મોટું જાળું ફેલાવી દીધું અને એને હું જોડે સમ્બદ્ધ કર્યું , “એટલે આ !”
એટલે જ સદ્ગુરુઓ આપણને અનામ અનુભવ – નેઈમ લેસ એક્સપીરિયન્સ તરફ દોરી જાય છે. સ્તવનાકાર કહે છે : “અનામીના નામનો રે કિસ્યો વિશેષ કહેવાય; એ તો મધ્યમા વૈખરી રે, વચન ઉલ્લેખ ઠરાય... અનામી છે આત્મા. તમે કોઈપણ નામ એને આપો; શો ફરક પડે છે? વૈખરી અને મધ્યમાં ભાષાની સરહદમાં રહેલ માણસ જ નામો સાથે પોતાની જાતને સાંકળી શકે. જ્યાં પશ્યન્તી અને પરા ભાષા ભણી ગયા; ક્યાં છે નામ ? ક્યાં છે રૂપ ? પશ્યન્તી અને પરામાં તો છે સાચુકલા સ્વનું દર્શન. મહોરાને પાર તમે જે છો, તેનું દર્શન.
સાધક સદ્ગુરુ પાસે આવ્યો. પોતે કરેલી, ઘૂંટેલી સાધનાની વાત કરી આગળના માર્ગ ભણી પોતાને દોરી જવા વિનંતિ કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org