SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • સાધના ત્રિપદી આખરે, એક પ્રશ્ન હૃદયને કોરશે : શા માટે પર પદાર્થો કે પર વ્યક્તિઓમાં – દૃશ્યોમાં દ્રષ્ટા અટવાયા કરે છે ? પર ઉપરનો આટલો લગાવ કેમ ? નવાઈ લાગશે, પણ એ હકીકત છે કે પર પ્રત્યેના લગાવનું કારણ હું છે. અહંચેતના “પર” ને મોટા ફલક પર મૂકે છે. તમે જોશો કે, બધું જ પર’ સામાન્ય મનુષ્યને આકર્ષતું નથી. એને એ પર જોડે જ સબંધ છે, જે એના “હું” ને ક્યાંક સ્પર્શે છે. સંપત્તિ કરોડોની બીજાની હોય, એ સાથે સામાન્ય જનને સંબંધ નથી, એને પોતાની સંપત્તિ જોડે જ સંબંધ છે. તો, પરમાં રસ છે એનું કારણ છે અહંચેતના. મારી પ્રશંસા કરનાર સામાન્ય વ્યક્તિઓ પણ મને વિશિષ્ટ લાગશે; મારા “હું ને એમણે પુષ્ટ કર્યું ને ! મિર્ઝા ગાલિબ યાદ આવે : બોયા મુઝ કો મેરે હોને ને, ન હોતા મેં તો ક્યા હોતા ! હુંના શિથિલીકરણ માટે પંચસૂત્રકના પ્રથમ સૂત્રમાં સાધના ત્રિપદી અપાઈ છે શરણ સ્વીકાર, દુષ્કૃત ગર્તા અને સુકૃત અનુમોદના. હુંની સપાટી પર રંધો કઈ રીતે લગાવે છે આ ત્રિપદી? ક્રમશઃ જોઈએ. પૂછ્યું હતું મીરાંને એક સાધકે તમે પ્રભુને શી રીતે મેળવ્યા? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy