SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • સાધના ત્રિપદી વેપારીઓ માલ વેચી રહ્યા છે. ગ્રાહકો ખરીદી રહ્યા છે. ઘણી બધી ક્રિયાઓ ઘણી બધી જગ્યાએ થઈ રહી છે. ઓસ્પેન્ઝીને એ સાવ નિરર્થક લાગે છે. એ ગુર્જિએફને પૂછે છે : આ શહેર આખું બદલાઈ ગયું લાગે છે. ગુર્જિએફે હસીને કહ્યું શહેર બદલાયું નથી. તું બદલાયો છે. ' શું થયું હતુંઓસ્પેન્ઝીને ? ત્રીસ દિવસની સાધનાએ દશ્યો પરનો રસ, દશ્યો સાથેની એકાત્મતાનો લોપ કરેલો. દશ્યો તરફ વળેલી ચેતના હવે દૃશ્યોને મૂકીને - પરને છોડીને સ્વ તરફ – દ્રષ્ટા તરફ વળી હતી. એટલે દશ્યો લાગ્યા સાવ નિરર્થક. અધ્યાત્મોપનિષદ્ ગ્રન્થમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આ વાતને આ શબ્દોમાં મૂકી છે : “હુાત્મતા મુક્ટ્રિ-ચૈાર્ચ વિપ્રમઃ'. દ્રષ્ટાનું દશ્યો સાથે એકાકાર થવું તે સંસાર. અને દ્રષ્ટાનું દર્શનની પળોમાં રહેવું તે મુક્તિ. જીવન્મુક્તિની આંશિક ઝલક અત્યારે સાધક આ રીતે મેળવી શકે : દશ્યોથી પોતાની જાતને બિલકુલ અળગી કરીને. ખાવાની ક્રિયા વખતે પણ સાધક તો માત્ર જોનાર જ છે. શરીર ખાઈ રહ્યું છે, સાધક એને જુએ છે. સૂત્ર એ રીતે મળે કે વૈભાવિક ક્રિયાઓના સમયે ક્રિયાઓ હોય, કર્તા ન હોય. ત્યાં હોય માત્ર દ્રષ્ટા. પરમપાવન આચારાંગ સૂત્રમાં આવેલ સાધકનો પ્રશ્ન યાદ આવે. પૂછે છે સાધક દ્રષ્ટાને કોઈ પીડા ખરી, ભગવન્? પ્રભુ કહે છે : ના, દ્રષ્ટાને પીડા નથી હોતી. (વિકલ્પી સવાણી પાસ ....? સ્થિત્તિમ | -आचा० ४।४।१४०) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy