________________
ધ્યાન અને કાયોત્સર્ગ ♦ ‘તસ્સ ઉત્તરી’ સૂત્રની પાંચ પ્રક્રિયાઓ
એટલે, બેઠા બેઠા કાયોત્સર્ગ કરનારો સાધક કાયોત્સર્ગ પા૨ીને ઊભો થઈને કાયોત્સર્ગ કરે, યા પારીને થોડી વાર ચંક્રમણ કરી આવે.
કાયોત્સર્ગ.
પૂજ્ય આનન્દઘનજી મહારાજ કહે છે તેમ સાધક ‘દેહાદિકનો સાક્ષી’ બની જાય. (દેહાદિકનો હો સાખીધર રહ્યો...)
કર્તૃત્વ ઊઠ્યું.
સાક્ષીભાવ રહ્યો.
કાયોત્સર્ગ : સાક્ષીભાવને પ્રબળ બનાવતું માધ્યમ. સાધના બહુ જ
તીક્ષ્ણ બની ઊચકાયા કરે.
આમ, કોઇ પણ સાધનાને ઊચકવા માટે અભ્યાસની જરૂરત પડે છે. કાયોત્સર્ગનો અભ્યાસ આજથી જ શરૂ કરીએ. પુસ્તક વાંચવાની દક્ષિણા આ જ તો થશે ને ! પા કલાકથી શરૂ થયેલી કાયોત્સર્ગ સાધના કલાક કે બે કલાકે પહોંચી હોય તેવા ઘણા સાધકોને મેં જોયા છે.
અને પૂરી રાત્રિ કાયોત્સર્ગ - ધ્યાનમાં વીતાવનાર હિમ્મતભાઇ બેડાવાળાની સાધનાને નજીકથી જોઇ છે.
મને શશિકાન્તભાઈ મહેતા (રાજકોટવાળા)એ કહેલ કે વિશ્વમાં આજે ૭૦૦ સાધના પદ્ધતિઓ જીવન્ત રૂપે ચાલી રહી છે અને દરેકમાં ધ્યાન તો છે જ. વિધિ જુદી હોઇ શકે.
મેં કહ્યું કે આપણને તો પ્રભુદત્ત ધ્યાન અને કાયોત્સર્ગ મળી ગયાં છે. આપણે કેટલા તો બડભાગી છીએ!
હવે એમને આત્મસાત્ આપણે કરવાં છે.
૨૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org