________________
ધ્યાન અને કાયોત્સર્ગ “તસ ઉત્તરી0” સૂત્રની પાંચ પ્રક્રિયાઓ
સામે અપલક નેણે જોઈને પ્રભુગુણની અનુપ્રેક્ષાના ઊંડાણમાં જઈ પ્રભુ ગુણની (આત્મગુણની) અનુભૂતિ કરાય.
અભિભવ કાયોત્સર્ગમાં પા કલાકથી લગાવી કલાક-બે કલાકનો સમય નિશ્ચિત કરી શકાય.
એલાર્મ ઘડિયાળમાં સમય એ રીતે મૂકી શકાય. અને સાધક ઊંડો ઊતરી જાય.
ધ્યાન અને કાયોત્સર્ગ. ભીતર ઊતરવાના આ મઝાના આયામો. પોતાનું પોતાની ભીતર ડૂબવાનું. આનન્દ. નિરવધિ આનન્દ.
એક સાધકે મને પૂછેલું કે કાયોત્સર્ગ કરતાં પ્રમાદ આવે છે, તો શું કરવું?
પ્રભુ મહાવીર દેવની સાધનાના એક સૂત્રને તે સમયે વ્યાખ્યાયિત કરતાં મેં કહેલું કે પ્રભુ સહેજ પણ ઝપકી આવવા જેવું થાય ત્યારે એકાદ મુહૂર્ત બહાર ફરી આવતા. ३. संबुज्झमाणे पुणरवि आसिंसु भगवं उट्ठाए । fખવષમ યા રામો, વહિં વંમિયા મુદ્દત્તા -આચારાંગ સૂત્ર ૧/૯/૨/૬
પ્રભુ ક્ષણભર નિદ્રા લઈને જાગૃત થઈને ધ્યાનમાં બેસી જતા. ક્યારેક (નિદ્રાને ભગાવવા માટે) પ્રભુ રાત્રે મુહૂર્ત સુધી બહાર જઈ આવતા.
૨૦૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org