________________
ધ્યાન અને કાયોત્સર્ગ ૭ લોગસ્સ સૂત્રમાં આવતાં ધ્યાનો
પંન્યાસજી ભગવંતે ફરમાવ્યું કે ષટ્ ચક્રો અને સહસ્ત્રારમાં પ્રભુનામના ન્યાસ માટેનું સૂચક આ પદ છે. મૂલાધારમાં પૂર્વાભિમુખે ‘ક્ષમ' નામ સ્થાપી સહસ્ત્રારમાં ‘સુવાસં' નું સ્મરણ કરવાનું. એ પછી ‘નિનં’ પદ આવ્યું, જે અવરોહણનું સૂચક છે. પશ્ચિમાભિમુખ પ્રકારે સહસ્ત્રારથી મૂલાધાર સુધી ઊતરી મૂલાધારથી ફરી આરોહણ કરવાનું.
*
ષટ્ચક્રની જેમ સપ્તચક્ર અને અષ્ટચક્રની પણ વાત યોગ પરંપરામાં આવે છે. ચક્ર એટલે દેહનું એ ચોક્કસ સ્થળ, જેમાં થઈને સાધકની ચેતના સહસ્ત્રાર સુધી પહોંચે છે.
ગૌતમસ્વામી ભગવાન અષ્ટાપદ પર્વત પર ચઢ્યા એ પ્રસિદ્ધ ઘટનાને યોગપરક રીતે પણ જોઈ શકાય.
ગૌ એટલે ગાય. નિર્મળતાનું પ્રતિક. સાધકની ચેતના છે ગૌતમ. અતિ પવિત્ર. હવે અષ્ટાપદ અષ્ટચક્ર પર ચઢવાનું છે. આલંબન શેનું લેવાનું છે ? સૂર્યકિરણોનું. સૂર્યનો એક અર્થ આત્મા પણ થાય છે. એટલે આત્મધ્યાનનું અવલંબન લઈ સાધક ઉપર ચઢે છે.
ત્યાં રત્નમય પ્રભુબિમ્બોને કારણે છે ઝળાંહળાં જ્યોતિ. સહસ્ત્રાર પણ પ્રકાશ રૂપ છે.
સહસ્ત્રાર, નામ પ્રમાણે, હજાર પાંખડીઓવાળું કમળ છે. જે અગણિત કાળથી મૂરઝાયેલ પડેલ છે. સદ્ગુરુનો વરદ હાથ ત્યાં અડે કે કુંડલિની શક્તિ મૂલાધારથી સહસ્ત્રાર સુધી આવે ત્યારે એ ખીલી ઊઠે છે.
૧. અષ્ટત્તા નષ દ્વારા લેવાનાં પૂયોધ્યા;
તસ્યાં હિરબ્યમય: હોશ:, સ્વર્ગો જ્યોતિષાવૃત:।। અથર્વવેદ આ અષ્ટ ચક્રો આ પ્રમાણે છે : મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર (હૃદય પ્રદેશ), હૃદય ચક્ર, નિષ્ર મનશ્ચક્ર (છાતીમાં સ્તન વિભાગની વચ્ચે), વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર.
૧૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org