SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - કાયોત્સર્ગ-વિધિ : શુભથી શુદ્ધ સુધીની યાત્રા જે જે જીવોની વિરાધના થઈ હોય તેનું સંવેગસભર હૃદયે પ્રાયશ્ચિત્ત આ લઘુપ્રતિક્રમણસૂત્ર દ્વારા થાય. એ જ રીતે, કોઈ પણ ધર્મક્રિયા શરૂ કરવા માટે પણ પહેલાં ઈરિયાવહી કરવાની હોય છે. પ્રતિક્રમણ હેતુ બત્રીશી' નામના હસ્તલિખિત ગ્રન્થમાં લખ્યું છે : ઇરિયા વિણુ નવિ ધર્મક્રિયા, ઇરિયાવહી તેણી હેતિ તુ ફિl નવી ક્રિયા શરૂ કરતી વખતે પણ ઈરિયાવહી, એક ક્રિયા પછી બીજી ક્રિયા કરવા જતી વખતે પણ ઈરિયાવહી અને વિરાધના થઈ હોય તો તેના પ્રાયશ્ચિત્ત રૂપે પણ ઈરિયાવહી પ્રતિક્રમણ કરાય છે. અહીં, કાયોત્સર્ગની વિધિ શરૂ કરવાની હોવાથી પહેલાં ઈરિયાવહી થશે. એમાં પ્રથમ ઈચ્છાસંવ ભ0 ઈ૦િ પડિક્કમામિ' થી શરૂ થતું સૂત્ર બોલાશે. એ સૂત્ર દ્વારા પ૬૩ પ્રકારના જીવો સાથે થયેલ વિરાધનાનું પ્રાયશ્ચિત્ત છે. પ૬૩ x ૧૦ = પ૬૩૦ (‘અભિયા' ઈત્યાદિ પ્રકારની ૧૦ વિરાધના) પ૬૩૦ x ૨ (રાગદ્વેષ) x ૩ (કરણ : કરવું, કરાવવું, અનુમોદવું) ૪ ૩ (યોગ : મન, વચન, કાયા) ૪ ૩ (કાળ) x ૬ ની સાક્ષીએ (અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ, આત્મા). આ રીતે કુલ ૧૮,૨૪, ૧૨૦ ભાંગા થાય છે. ત્રણે કાળની વિરાધનાના દોષથી ઈર્યાપથ-ક્રિયા દ્વારા બચાય છે. ૧૭૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy