SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ છે શ્વાસોચ્છવાસની લયબદ્ધતા વખતે ક્ષમા ભાવનાને લઈ રહ્યો છું એવો ભાવ કરવાનો. કુંભકમાં એ ક્ષમાભાવ સ્થિર થયો છે એમ વિચારવાનું. બાહ્ય કુંભક વખતે વિભાવોથી- ક્રોધ આદિથી - આંશિક રીતે ખાલી બન્યો છું એવું ધારવાનું. શ્વાસોચ્છવાસની આ લયબદ્ધતા કેટલું કામ કરે છે ! ગમનાગમનમાં થયેલ વિરાધના કે સામાન્ય સાધ્વાચારમાં આવેલ ક્ષતિ માટે ઇરિયાવહી પૂર્વક ૨૫ શ્વાસોચ્છવાસ લયબદ્ધ કરવાથી ( “ચંદેસુ નિમલયરા” સુધીના લોગસ્સનો કાયોત્સર્ગ કરવાથી) તે ભૂલમાંથી માફી મળે છે. શ્વાસોચ્છવાસની લયબદ્ધતા થઈ એટલે વિભાવોમાંથી સ્વભાવની ધારામાં અવાયું. કાયોત્સર્ગ નિર્યુક્તિ શ્વાસની લયબદ્ધતા સાથે પદને સાંકળવાની વિધિ બતાવતાં કહે છે : ' पायसमा ऊसासा, कालपमाणेण हुंति नायव्वा । एयं कालपमाणं, उस्सग्गेणं तु नायव्वं ।। १५३९ ।। આ ગાથાની પરંપરિત વ્યાખ્યા એવી છે કે સાધક કાયોત્સર્ગમાં અન્નત્ય સૂત્ર બોલીને, લોગસ્સ સૂત્ર “ચંદેસુ નિમ્મલયરા” સુધી ગણે એટલે પચીસ શ્વાસોચ્છવાસ થઈ ગયા. આ કથનની પાછળનું તાત્પર્ય એ છે કે સાધકે કાયોત્સર્ગ વખતે શ્વાસોચ્છવાસ પર ધ્યાન આપવાની જરૂરત નહિ; પદ પર જ ઉપયોગ રાખે એટલે કાયોત્સર્ગ થઈ ગયો કહેવાય. આ અત્યારે ચાલતી પરંપરાને માન્ય વ્યાખ્યા છે. ૧૭૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy