SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ છે શ્વાસોચ્છવાસની લયબદ્ધતા કાયોત્સર્ગ દેહની પેલે પાર સાધકને લઈ જાય છે. દેહભાવની પેલે પાર. એટલે કે સમસ્ત બહિર્ભાવથી પર એ સાધકને કરે છે. ધ્યાનશતક યાદ આવે : ધ્યાનમાં ડૂબેલ સાધકને કષાયના ઉદયે ઉત્પન્ન થયેલ પીડા નથી હોતી કે નથી હોતા ઈર્ષા, વિષાદ કે શોક.' બહુ મઝાની વાત એ થઈ કે ધ્યાન પૂરું થયા પછી, સાધકને કષાયનો ઉદય હોઈ શકે. પણ ત્યારેય કષાયથી પ્રભાવિત સાધકની ચેતના ન હોય. કર્મ સત્તામાં હોય તો ઉદયમાં આવે. પણ એ ઉદયની અસર સાધકની ચેતના પર ન હોય. ક્રોધને જોવાનો. ક્રોધમાં ભળવાનું નહિ. જેવી રીતે, અસાતા વેદનીયનો ઉદય થયો. શરીરમાં વેદના છે. શરીર રોગથી ક્ષીણ થઈ રહ્યું છે. સાધક એને માત્ર જોશે. અસાતાના ઉદયમાં એ ભળશે નહિ. આ જ રીતે, મનમાં ક્રોધનો ઉદય થયો. સાધક એને જોશે. બહુ પ્યારી પંક્તિ અષ્ટપ્રવચનમાતાની સઝાયની છે : “મોહ ઉદયે અમોહી એહવા, શુદ્ધ નિજ સાથે લયલીન રે..” ઉદય મોહનો છે, પણ એ તો કર્મકાયામાં છે. સ્વ-સ્વરૂપમાં શું છે? ત્યાં તો છે નિર્મોહી સત્તા એક પ્રશ્ન થાય : મોહનો ઉદય ચાલુ છે ત્યારે એમાં ન ભળવાનું કઈ રીતે બની શકે? १. न कसायसमुत्थेहि य, वाहिजइ माणसेहिं दुक्खेहिं । ईसाविसायसोगाइएहिं, झाणोवगयचित्तो ॥ १०३।। • ૧૬૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy