________________
ધ્યાન અને કાયોત્સર્ગ છે શ્વાસોચ્છવાસની લયબદ્ધતા અને, અચાનક પોતે શરીરમાં આવી જાય છે. પછી ખબર કશી હોતી નથી. પણ અનુભવનો વિશિષ્ટ તબક્કો બહેને એ રીતે કહેલો એમણે ઓપરેશન થીયેટરની છત પાસેથી પોતાના બેભાન શરીરની ચીરફાડ થતી જોયેલી.
આમ, આ વેદનાસમુદ્ધાતનો કિસ્સો છે. પરંતું સાધનાના સંદર્ભમાં આ ઘટનાનું મહત્ત્વ શરીરને ત્રીજા પુરુષ તરીકે જોવામાં છે.
શરીર સાથે જે ગાઢ મમત્વ બંધાઈ ગયું છે, તે આવી કો'ક ક્ષણોમાં શિથિલ થઈ શકે.
રૂસી અવકાશયાત્રી પેકોવે પોતાની ડાયરીમાં નોંધ્યું છે કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ વિહોણી દશામાં શરીરને પટ્ટાથી બાંધી રાખવું પડતું. નહિતર, આખું શરીર ઊચકાઈ જાય. યાનમાં તરવા માંડે.
ઘણીવાર શરીર પટ્ટાથી બાંધેલું હોય ને હાથ ન બાંધેલા હોય ત્યારે હાથ ઉપર જતા રહે !
આ અનુભવે શરીર પરના અસ્તિત્વ વિષેની પેકોવની જિજ્ઞાસાને ઉત્તેજી.
પોતાના જ શરીરને, કોઈ અન્યનું શરીર હોય એ રીતે જોવાનો અનુભવ એક વિરલ અનુભવ છે. જે દેહ પ્રત્યેના મમત્વને શિથિલ બનાવે.
વિનોબાજી પોતાની જાત માટે તૃતીય પુરુષનો જ વ્યવહાર કરતા.
આમ કહું છું. આમ તેઓ નહિ કહેતા કે “મેં આમ વિચાર્યું છે તેવું તેઓ નહોતા કહેતા. તેઓ કહેતા : “બાબાને આજ ઐસા સોચા થા. બાબાને આજ ઐસા કહા થા.” લોકો તેમને બાબાના સંબોધનથી બોલાવતા તો તેઓ તે શબ્દ પોતાના માટે વાપરતા હતા.
૧૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org