________________
ધ્યાન અને કાયોત્સર્ગ • સ્થાન, મૌન, ધ્યાન
મંત્ર ખૂબ ઘૂંટાય છે ત્યારે પાછળની ભૂમિકા મળે છે.
મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ જાપના ત્રણ પ્રકાર છે : જલ્પ, સંકલ્પ (અન્તર્જલ્પ), વિમર્શ.
સ્થળ ઉચ્ચારણ તે જલ્પ, જેને વૈખરી કહેવાય છે.
સંજલ્પ એટલે કે અન્તર્જલ્પ. હોઠ ફફડે નહિ. મનમાં જ રટણ થયા કરે. આને મધ્યમાં ભાષા કહેવાય છે.
વિમર્શની ભૂમિકાએ શબ્દ ગયો. અંદર રહેલ-અન્તર્નિહિત શબ્દ પણ ગયો. હવે માત્ર એ શબ્દ છોડેલા આંદોલનો છે. આ પશ્યન્તી ભાષા છે.
બીજી રીતે જોઈએ તો જલ્પની ભૂમિકા ભેદની ભૂમિકા છે. અહીં શબ્દ અને અર્થનું જોડાણ નથી. અગ્નિ બોલવાથી બળતરા આ ભૂમિકાએ નહિ થાય.
અન્તર્જલ્પની ભૂમિકા ભેદભેદની ભૂમિકા છે. અહીં ક્યારેક શબ્દ સાથે અર્થનું જોડાણ થાય છે, ક્યારેક નથી થતું.
વિમર્શની ભૂમિકાએ અભેદ રહે છે. અને એટલે જ, વિમર્શની ભૂમિકાથી, અસ્તિત્વના સ્તરથી દીપક રાગ ગવાય છે ત્યારે અગ્નિ પ્રગટે છે, દીવા પેટાય છે. મેઘમલ્હાર રાગ ગવાય છે ને વરસાદ પડે છે.
જરૂર, અહીં તે તે રાગનું પ્રગટ ઉચ્ચારણ હોય છે. પણ શકિત ઉત્પન્ન થવાનું મૂળ કારણ અસ્તિત્વમાં તે શબ્દ સાથે અર્થનો થયેલો અભેદ છે. આ જ લયમાં સાધક વિમર્શની ભૂમિકાએ ‘નમો અરિહંતાણે નો જાપ કરે ત્યારે તેની ચેતના, તે સમય પૂરતી, અર્ધચેતનાથી અભિન્ન બને છે. અર્ધચેતનાના સમંદરમાં સાધકની ચેતના ડૂબે છે.
-
૧૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org