SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ ♦ સ્થાન, મૌન, ધ્યાન પણ જ્યારે ધ્યાન સ્વરૂપ-સ્થિતિ રૂપ બનશે ત્યારે જાપ નહિ હોય. સાધક ભીતરની દુનિયામાં ખોવાઈ ગયેલો હશે. પૂજ્ય દેવચન્દ્રજી મહારાજ વચનગુપ્તિની સજ્ઝાયમાં કહે છે : અનુભવરસ આસ્વાદતાં, કરતાં આતમ ધ્યાન; વચન તે બાધક ભાવ છે, ન વદે મુનિ અનિદાન. ૩ અનુભવ રસને આસ્વાદી રહેલા અને પોતાની ભીતર ડૂબેલા, અનિદાન -આશંસા વગરના મુનિને માટે વચન તો અવરોધ રૂપ છે. આગળની કડી કહે છે : ભાષા પુદ્ગલ વર્ગણા, ગ્રહણ નિસર્ગ ઉપાધિ; કરવા આતમ વીર્યને, શાને પ્રેરે સાધ...પ ભાષા વર્ગણાના પુદ્ગલોને પકડવા અને છોડવા માટે આત્મશક્તિનો ઉપયોગ સાધક શી રીતે કરી શકે ? આત્મશકિતનો ઉપયોગ પોતાની ભીતર જવા માટે જ થઈ શકે ને! મૌનના પ્રથમ પ્રકારમાં અન્તર્જલ્પ -અંદર થતો જાપ- થશે. મંત્રનો જાપ. મંત્રના બે નિરુક્ત છે. પહેલો અર્થ આવો છે ઃ મનનાત્ ત્રાળા— મન્ત્ર:. મનન કરવાથી જે ૨ક્ષણ આપે છે તે મંત્ર બીજું નિરુક્ત આવું છે : મનનાત્ ત્રાયતે રૂતિ મન્ત્રઃ. જે વિચારોની કેદમાંથી સાધકને મુક્ત કરે તે મંત્ર. Jain Education International ૧૬૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy