SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • સ્થાન, મૌન, ધ્યાન ભાગમાં જ્ઞાનેન્દ્રિયની આદત પાડવી પડે છે. સાધક કેડથી જો જરા આગળ નમી કે ઝૂકી જાય તો બન્ને પગ પર શરીરનું વજન આવશે અને પગે ઝણઝણાટી થશે અને ખાલી ચડવા માંડશે. બેઠક ઉપર જો સમતુલા જાળવી શકાય તો સાધક શારીરિક ત્રાસ વિના લાંબા સમય સુધી તે પ્રમાણે કાયોત્સર્ગમાં રહી શકે છે.” શયિતમુદ્રા વિષે : “આ મુદ્રામાં સાધકે સંથારિયા અથવા શેતરંજી ઉપર લાંબા થઈને ચત્તા સૂઈ જવાનું હોય છે. માથા નીચે ઓસીકું કે કપડું રાખવાનું નથી. સમગ્ર શરીરને શિથિલ અને નિશ્ચલ રાખવાનું હોય છે. આ મુદ્રામાં સાધકના બન્ને પગ તથા બન્ને હાથ એક બીજાથી અને દેહથી છૂટા રહે છે. આ મુદ્રા અશક્ત સાધક માટે છે. વધારે અશક્તિ હોય અને ચત્તા સૂવું ફાવે નહીં તો પડખાભેર સૂઈ શકાય છે. આને એક-પાર્શ્વશયન' કહે છે.” આપણા યુગના સાધકશ્રેષ્ઠ હિમ્મતભાઈ બેડાવાળા કલાકો સુધી કાયોત્સર્ગ ધ્યાને રહેતા. એમના જીવનની એક સરસ ઘટના સાંભળેલી. એમના ગામ બેડાની પાસે દાદાઈ નામે તીર્થભૂમિ છે. એક દિવસ સાંજે ત્યાંના જિનાલયમાં તેઓ કાયોત્સર્ગ કરતા હતા. થાંભલાની પછવાડે તેઓ ઊભેલા. પૂજારીએ તેમને જોયા નહિ. દહેરાસર માંગલિક કર્યું. આખી રાત તેઓ જિનમુદ્રાએ કાયોત્સર્ગમાં રહ્યા. સવારે પૂજારીને ખ્યાલ આવતાં એણે દિલગીરી દર્શાવી ત્યારે હિંમતભાઈ કહે છે કે તે તો મને સાધનાનો અપૂર્વ અવસર આપ્યો. • ૧૫૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy