________________
ધ્યાન અને કાયોત્સર્ગ • સ્થાન, મૌન, ધ્યાન
ઊભા રહીને થતી શરીરની મુદ્રા, બેઠા અને સૂતા થતી મુદ્રા.
કાયોત્સર્ગની ઉસ્થિત મુદ્રાની વાત કરતાં મૂલાચારના પડાવશ્યક અધિકારમાં કાયોત્સર્ગ વિષેની સંક્ષિપ્ત નિર્યુક્તિ કહે છે :
वोसिरियबाहुजुगले, चउरंगुले अंतरेण समपादो । સર્વાવતારહિમો, વાડો વિશુદ્ધો ૩ // દ્વારા
સાધક બન્ને હાથ લાંબા કરીને સમપાદ ઊભો રહે, બે પગ વચ્ચેનું અંતર ચાર આંગળ રાખે તથા શરીરના કોઈપણ ભાગને હલાવે નહિ તો તેનો કાયોત્સર્ગ વિશુદ્ધ છે.
“સમપાદ' શબ્દ પર અમૃતલાલ દોશીએ “કાયોત્સર્ગ ધ્યાનમાં લખ્યું છે તે અહીં જોઈએ :
અહીં “સમપાદ' શબ્દ સમજવાની જરૂર છે. સમપાદ એટલે બે પગ સીધા રાખવા કે સમશ્રેણિએ - એક હરોળમાં રાખવા એટલું જ નથી, પણ તે બન્ને પગ પર શરીરનો ભાર પણ સમતુલાએ હોવો જોઈએ. તે ત્યારે જ બને કે જ્યારે અન્તર્મુખ થવાય અથવા શ્વાસોચ્છવાસના ગમનાગમન ઉપર અથવા નાભિચક્ર ઉપર ધ્યાનમગ્ન થવાય. ત્યારે જ શરીરનો ભાર એક સમયે એક પગ ઉપર અને બીજા સમયે બીજા પગ ઉપર ચલાયમાન ન થયા કરે. ઉસ્થિત કે ઉર્ધ્વસ્થિત મુદ્રામાં જેને આપણે જિનમુદ્રા કહીએ છીએ-કાયોત્સર્ગ થાય છે ત્યારે સમપાદ રહેવાય તો લાંબા સમય સુધી કાયોત્સર્ગમાં રહેવાય છે અને થકાતું નથી.”
“આપણે ઊભા રહીએ છીએ ત્યારે આપણી સમતુલા જાળવવા માટે મગજને ઘણું કામ કરવું પડે છે, તે આપણે જાણતા નથી.”
“આપણા વજનનું ગુરુત્વાકર્ષણ બિન્દુ આપણા બે પગ અને તેની વચ્ચેની જગ્યાની બહાર જાય તો આપણે પડી જઈએ, તેવો વિજ્ઞાનનો સાદો નિયમ છે. આપણા કાન નીચે આવેલું પ્રવાહી તથા મગજની આપણા સર્વ સ્નાયુઓ
* ૧૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org