SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • સ્થાન, મૌન, ધ્યાન કાયગુપ્તિનો મહિમા દર્શાવતાં પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજ કાયગુપ્તિની સઝાયમાં કહે છે : “ચંચળ ભાવ તે આશ્રવ મૂલ છે, જીવ અચલ અવિકારોજી.' તે કેટલું અદ્ભુત સાધના સૂત્ર ! ચંચળ ભાવ- કાયાના સ્તરે ચપળતા જ્યાં આવી, આશ્રવો ઊપજ્યા. આત્મસ્વરૂપ છે અચલ. અવિકાર. તો, આશ્રવની ધારામાં સાધક શા માટે જાય ? આગળ મઝાની વાત કરે છે : આતમ વીર્ય ફુરે પરસંગ છે, તે કહીએ તનુયોગોજી; ચેતન સત્તા રે પરમ અયોગી છે, નિર્મલ સ્થિર ઉપયોગોજી'. આત્મશક્તિ પરના સંગે સ્કુરાયમાણ થાય તે છે કાયયોગ અને સ્થિર ઉપયોગમાં - પોતાના સ્વરૂપમાં રહેવું તે ગુપ્તિ. પછીની કડી આ રીતે ખૂલે છે : વીર્ય સહાયી રે આતમ ધર્મનો, અચલ સહજ અપ્રયાસોજી; તે પરભાવ સહાયી કિમ કરે, મુનિવર ગુણ આવાસોજી.” વીર્ય-આત્મશક્તિ તો આત્મધર્મમાં જ સાધકને લઈ જાય. પરભાવ તરફ આત્મશક્તિ શી રીતે લઈ જઈ શકે? સ્થાનનો મહિમા જોયો. હવે સ્થાનનું સ્વરૂપ. કઈ કઈ મુદ્રાએ કાયોત્સર્ગ થઈ શકે ? ત્રણે મુદ્રાઓ સ્વીકારાઈ છેઃ ૧૫૬ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy