SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • સ્થાન, મૌન, ધ્યાન અસંગ દશ અભયમાં પરિણમે. સંગ હોય ત્યારે એ છૂટી જશે એનો ભય સતાવે. સંગ નહિ ત્યાં ભય કેવો? અભયનો એક અર્થ છે ચિત્તધૈર્ય. પૂ. આનંદઘનજી મહારાજે કહ્યું: ભય ચંચળતા હો જે પરિણામની.” મનના પરિણામોની ચંચળતા તે ભય. અને ચિત્તધૈર્ય તે અભય. સંગ ગયો તો ચિત્તની સ્થિરતા આવી. સંગને કારણે મનમાં ચંચળતા ઉપજે, સંગ જતો તો નહિ રહે ? આ સંગ શાશ્વતીમાં પરિણમશે ? આ ચિંતાઓ મનને સ્થિર ન રહેવા દે. અસંગથી અભય અને અભયથી નિરાશતા – નિરીહતા. ઈચ્છાઓને પેલે પાર જવાપણું. આ અસંગ, અભય અને નિરીહતા વૈરાગ્યને દઢ આધારશિલા આપે છે. અને એ આધારશિલા પર ધ્યાનમાં ઊતરી શકાય છે. કાયોત્સર્ગ માટેની પ્રતિજ્ઞાનું સૂત્ર : “ઠાણેણં મોણેણે ઝાણેણં અપ્યાણ વોસિરામિ' સ્થાન (કાયગુપ્તિ), મૌન (વચનગુપ્તિ) અને ધ્યાન મનો ગુપ્તિ) વડે પોતાની કાયાને વસીરાવું છું. ત્રિગુપ્તિ-સાધના રૂપ છે કાયોત્સર્ગ. ક્રમશઃ સ્થાન, મૌન અને ધ્યાનને જોઈએ. સ્થાનને બે રીતે જોઈએ કાયમુનિના મહિમા રૂપે અને કાયગુપ્તિના સ્વરૂપ તરીકે. ૧૫૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy