SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ ♦ સ્થાન, મૌન, ધ્યાન આ જ લયમાં સજ્ઝાયની પંક્તિઓ વહી છે : ‘મારું કાંઈ બળતું નથી જી, બળે બીજાનું રે એહ; પાડોશીની આગમાં જી, આપણો અળગો દેહ...' દેહ-રાગથી ઉપર ઊઠવાની ઘટનાને તીવ્ર સમભાવ જોડે સંબંધ છે. દેહરાગ હોત તો, પોતાના દેખીતા કોઈ અપરાધ વિના મસ્તક પર આવા બળબળતા અંગારા નાખનાર પર કેવો તો દ્વેષ થાત ! દેહરાગ ન હોવાને કારણે દ્વેષ ન થયો. અનિત્યભાવના વડે ઉપર ઉઠાયું. ધ્યાનમાં જવાયું. આનંદ જ આનંદ. ભાવનાઓ - અનિત્યાદિ અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્ય આદિને ઘુંટીને ધ્યાનમાં જવાય છે એમ જ્યારે ‘ધ્યાન શતક' ગ્રંથ કહે છે ત્યારે એ ભાવનાને રન-વે (ઉડાણ માટેનો પથ) કહે છે અને ધ્યાન એટલે ચિદાકાશમાં ઉડ્ડયન. વૈરાગ્યભાવનાની વાત કરતાં ધ્યાનશતક કહે છે : सुविदियजगरसभावो, निस्संगो निभओ निरासो य । वेगभावियमणो, झामि सुनिच्चलो होइ ॥ ३४ ॥ જગતના સ્વભાવને સારી રીતે જાણી ચૂકેલો સાધક હોય. અને એને લીધે એ હોય નિસંગ. અસંગ દશામાં જ પરમસંગ મળે ને ! તમે કોઈના સંગમાં નહિ, એટલે પરમના સંગમાં. Jain Education International ૧૫૪ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy