________________
ધ્યાન અને કાયોત્સર્ગ • સ્થાન, મૌન, ધ્યાન
પરમપાવન ઉત્તરાધ્યયન સૂત્રમાં આવા સાધકના ચિન્તનને આ શબ્દોમાં ઉતારવામાં આવ્યું છે : “સ્થિ નીવર્સી ગાયોત્તિ, રૂ fમવવું વિવિંત.' કોઈ તલવારથી માથું કાપવા આવી ગયો. આવી ગયો તો આવી ગયો ! એમાં મુનિની મસ્તી ક્યાં ઓછી થવાની હતી ! મુનિ વિચારે છે : શરીર જશે તો જશે, આત્મા તો અમર છે ને !
પરિસ્થિતિ ગમે તેવી હોય; સાધક રહે છે પૂર્ણતયા સ્વસ્થ, મીરાં કહે છે: “કોઈ નિજે કોઈ બળે, મેં અપની ચાલ ચલૂંગી.” નિન્દા કે પ્રશંસા સામી વ્યક્તિ તરફ ખૂલતી વાત છે. સાધક તો પોતાની ચાલે જ ચાલશે ને !
કાયોત્સર્ગ : ઘટનાઓથી અપ્રભાવિતપણું. “વાલીવંતળો .” .
બહુ મઝાનું નિરીક્ષણ અહીં એ છે કે ઘટનાઓથી વ્યક્તિ પ્રભાવિત કઈ રીતે થાય છે ? વિકલ્પો દ્વારા. પણ જ્યાં વિકલ્પોની જ આધારશિલા છૂ હોય ત્યાં ઘટનાઓથી પ્રભાવિતતા કેવી ?
રેત છે શેરીમાં. ચોખાં ચણક ઘરમાં એ ધૂળ કોણ લઈ આવ્યું ? હવા લઈ આવી. હવાની પાંખ પર ઉડી રજકણો ઘરમાં આવી ગયા. બરોબર આવું જ ઘટનાઓનું છે. ઘટના છે બહાર. તમે છો ભીતર. તમારા શુદ્ધ મનઘરમાં ઘટનાની રજકણ ક્યાંથી આવી? વિકલ્પોની હવાની પાંખ પર સવાર થઈ ઘટનાની રેત મનઘરમાં આવી.
વિકલ્પોથી અપ્રભાવિત બનેલ સાધક ઘટનાઓથીય અપ્રભાવિત છે.
ઘટનાઓથી અપ્રભાવિતતાનું એક પાસું જોયું. હવે બીજું પાસું.
મહામુનિ ગજસુકુમાલ સ્મશાનમાં કાયોત્સર્ગથ્થાને ઊભા છે. તાજા લોચ કરાયેલ મસ્તક પર કૂદ્ધ સસરાએ માટીની પાળ કરી અંદર ખેરના અંગારા ભર્યા. આવડી મોટી, હલબલાવી નાખનારી ઘટના; મુનિરાજ શું
૧૦૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org