________________
કાયોત્સર્ગમાં શુદ્ધોપયોગ છે, સંવર છે, ગુપ્તિ છે, ભાવના છે, નિર્જરા છે, સામાયિક છે, જ્ઞાનયોગ છે, ધ્યાનયોગ છે, સંલીનતા છે, કાયક્લેશ છે, પ્રતિક્રમણ છે, ભેદજ્ઞાન છે. ચિત્તશુદ્ધિ અને આત્માનુભૂતિમાં ઉપકારક એવા સાધનાબિંદુઓને પીસી - ઘૂંટી - વાટીને આત્મસાત્ કરવાની બહુલક્ષી અને ‘એકે હજારા’ જેવી પ્રક્રિયા એટલે કાઉસ્સગ્ગ. સર્વથા અક્રિય અવસ્થા સુધી પહોંચવા માટેની ક્રિયા એટલે કાઉસ્સગ્ગ,
ગીતાની સ્થિતપ્રજ્ઞદશા, વિપશ્યનાનું સતિપઠ્ઠાન અને અધિજ્ઞાન, શ્રી કૃષ્ણમૂર્તિની Effortless Choiceless Awareness, સ્વામી શ્રી શરણાનંદજીનો ‘મૂક સત્સંગ', શ્રી ૨મણ મહર્ષિનો ‘આત્મવિચાર’ - આંતરજગતની ખોજ માટે પ્રાચીન અર્વાચીન દૃષ્ટાઓએ સૂચવેલા માર્ગો કાયોત્સર્ગમાં પ્રતિબિંબિત થાય છે. પ્રશ્ન એ છે કે પ્રભુ વીરે આપેલી એ પ્રક્રિયાનું વૈજ્ઞાનિક સ્વરૂપ આપણે જીવિત રાખી શક્યા છીએ ખરા? ભવ્ય ભૂતકાળના નામે ગૌરવ ભલે લઇએ પણ અનુભૂતિનો શૂન્યાવકાશ એથી પૂરાશે નહિ. શાસ્ત્રોનું ચર્વિતચર્વણ થશે પણ અનુભૂતિના નિતનવાં દ્વાર એથી ઉઘડશે નહિ. શ્રમણસંઘના નાયકોએ શ્રમણગણમાં કાયોત્સર્ગ સાધનાને પુનઃ પ્રવાહિત કરવાનો સમય આવી ચૂક્યો છે. જો કશું નહિ થાય તો શૂન્યાવકાશમાં હઠાત્ અર્થશૂન્ય પ્રવૃત્તિઓ પ્રવેશી રહી છે તે ક્રમશઃ વિક્રિયાનું રૂપ લઇ લેશે.
વર્તમાન શ્રમણસંઘના એક પ્રબુદ્ધ પ્રજ્ઞાવંત આચાર્ય શ્રી યશોવિજયસૂરિજી એક ભર્યા - ભર્યા વ્યક્તિત્વના સ્વામી છે, અધ્યાત્મમાં જીવનારા મસ્ત યોગી છે, સાધનાનાં સૂત્રો જ્યાંથી પણ મળે ત્યાંથી લઇને આત્મસાત્ કરવાની એક નિર્ભ્રાન્ત દૃષ્ટિ તેમને વરેલી છે. એટલે જ સૂફી સંતોની મસ્તી, ‘ઝેન'ની માર્મિક વાતો, કૃષ્ણમૂર્તિની ‘અવેયરનેસ', આનંદઘનનો જ્ઞાનયોગ, મોહનવિજયજી મહારાજની ભીની - ભીની ભક્તિ - આવું બધું એમના વ્યક્તિત્વમાં ઓગળીને એકરસ થયું છે. પ્રજ્ઞાવંત
Jain Education International
15
-
For Personal & Private Use Only
www.jainelibrary.org