________________
આચાર્યશ્રીએ કાયોત્સર્ગના વિષયનું સર્વાગીણ આલેખન કરવાનું પસંદ કર્યું એ જૈન મુમુક્ષુઓ માટે “મોસાળમાં જમણ અને મા પીરસનારની ઉક્તિ યાદ આવી જાય એવો ઘાટ છે. શ્રમણસંઘમાં ધ્યાનાભ્યાસ પ્રતિષ્ઠિત થાય એવી નિસબત અને કાળજી આ શ્રમ પાછળ ડોકાય છે. શાસ્ત્રીય અને અનુભવલભ્ય ચિંતનથી છલકાતા આ પુસ્તકના વાચન-મનનથી પ્રેરણા પામી શ્રમણ-શ્રમણીવર્ગ અનુભવગમ્ય આસ્વાદ લેવા માટે સાધનાનો શ્રમ પણ લે એવી આશા-અપેક્ષા રહેશે જ.
માધુર્યમૂર્તિ આચાર્યશ્રીની કલમે ટપકેલું આ ચિંતન રસમધુર જ હોય. એ રસને વાગોળી - વાગોળી ‘ઉદરસ્થ' એટલે કે હૃદયસ્થ કરવાનું - કરાવવાનું કામ તો આ ગ્રંથરત્નના વાચક - ભાવકનું છે.
સ્નેહમૂર્તિ સૂરિવર્ષે સાધનાલક્ષી સંગીતના સૂરમાં સૂર પૂરાવવાનો મોકો મને આપ્યો છે તે માટે કૃતજ્ઞ છું. ભાવવંદના સહ વિરમું છું.
માંડલ,
સં. ૨૦૬૩, ભા.વ.૧૪
16
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org