SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ તો, ધ્યાનના બે પ્રકાર આપણે જોયા : એકાગ્રતા અને સ્વરૂપસ્થિતિ. એક શુભયોગમાં ઊંડા ઊતરીને સાધક જ્યારે એકાગ્ર - આત્મતત્ત્વની અભિમુખ બને છે ત્યારે પહેલો પ્રકાર. સાધક મનોવિલય દ્વારા સ્વગુણોના ઊંડાણમાં જઈ આત્મરણશીલ બને ત્યારે ધ્યાનનો બીજો પ્રકાર. આલંબન ધ્યાન અને અનાલંબન ધ્યાન એ રીતે પણ આ બે પ્રકારોને જોઈ શકાય. * અનાલંબનની પરાકાષ્ઠાને વર્ણવતાં અષ્ટપ્રવચનમાતાની સઝાય કહે છેઃ શુક્લધ્યાન શ્રુતાલંબની રે, . એ પણ સાધનદાવ, વસ્તુ ધર્મ ઉત્સર્ગમેં રે, ગુણ ગુણી એક સ્વભાવો..૮ શુક્લધ્યાનમાં શ્રુતનું આલંબન લઈને ઊંડે ઊતરાય છે. મઝાનો સવાલ કરાયો : શુક્લધ્યાનમાં જે શ્રુતનું આલંબન લેવાય છે એ પણ સાધનકોટિની વાત છે. શું પોતાના ઘરમાં જવા માટે માર્ગદર્શકની જરૂર પડે ? "જ્ઞાનનું પ્રભુના કોઈ પ્યારા શબ્દનું અવલંબન લઈ ઊંડા ઊતરવું તે આલંબન ધ્યાન. આપણી કક્ષાએ અનાલંબન ધ્યાન આ થશે કે પ્રભુનાં વચનો ઘંટાયેલ હોઈને હવે વચનો ઘંટવા ન પડે. સીધા અંદર ઊતરી શકાય. શુભ રૂપ મનોગુપ્તિ અને શુદ્ધ રૂપ મનોગુણિને ઘુંટીને આગળ વધીએ. . ૧૪૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy