SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ બહુ પ્યારી કડી અષ્ટપ્રવચન માતાની સઝાયની છે : વીર્ય ચપલ પરસંગમી રે, એહ ન સાધક પક્ષ; જ્ઞાન ચરણ સહકારતા રે, વરતાવે મુનિ દક્ષ. ૫ આત્મશક્તિ ચપળ હોય અને પરનો સંગ કરનાર હોય તે સાધકને ન ચાલે. મુનિ તો યોગોમાં વપરાતી આત્મશક્તિને જ્ઞાન અને ચારિત્ર આદિને પુષ્ટ બનાવવામાં વાપરે છે. ધ્યાન : મનોગુપ્તિ. ધ્યાન : સ્વરૂપસ્થિતિ. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે યોગશાસ્ત્રમાં મનોગુપ્તિને આ રીતે વ્યાખ્યાયિત કરી છે : विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्ज्ञैर्मनोगुप्तिरुदाहृता ॥ ४१॥ વિકલ્પોના સમૂહને પેલે પાર રહેલ, સમત્વમાં સુપ્રતિષ્ઠિત, આત્મરમણ -શીલ મનને મનોગુપ્તિ કહેવાય છે. આ મનોગુપ્તિનો શુદ્ધાત્મક લય. આ લયમાં મન સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. ક્ષમા આદિ ગુણોની અનુભૂતિથી અસ્તિત્વ સભર બની ઉઠે છે. ૧૪૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy