SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ અહીં ચિત્તનનો છેદ ઉડે છે. અનુપ્રેક્ષાની સરહદ વટાવી અનુભૂતિની હદમાં પ્રવેશવાનું છે. બૌદ્ધિક સાધકોએ એકવાર મને પૂછેલું. અમે ક્યાં અટકીએ છીએ? અમારી સાધના નિરંતર પ્રવહનશીલા કેમ નથી ? મેં કહ્યું તમારી સાધના અનુપ્રેક્ષાએ અટકી ગઈ છે એ ન ચાલે..... અનુપ્રેક્ષા ઘણી કરી. અનુભૂતિ કેટલી ? અનુપ્રેક્ષામાં મનોયોગની સહાય લેવાની. આ તો પરની જ સહાય થઈને? પૂ. દેવચંદ્રજી મહારાજ અષ્ટપ્રવચનમાતાની સક્ઝાયમાં કહે છે? યોગ તે પુગલ જોગ છે રે, બાંધે અભિનવ કર્મ, યોગવર્તના કંપના રે, નવિ એ આતમ ધર્મ. ૪ મનોયોગ... યોગનો અર્થ જોડાણ. અહીં મન મનોવર્ગણાના પુદ્ગલો સાથે જોડાઈ નવા કર્મો બાંધે છે. યોગમાં વર્તવું એટલે કંપનનું ચાલ્યા કરવું. વિચારો એક પછી એક પ્રવેશ્યા કરે, ઘમસાણ મચાવ્યા કરે; આમાં આત્મધર્મ ક્યાં રહ્યો? આત્મધર્મ છે સ્થિરતા. . એક પ્યારો શ્લોક યાદ આવે : स्वबुद्ध्या यावद् गृह्णीयात्, कायवाक्चेतसां त्रयम् । संसारस्तावदेतेषां, भेदाध्यासे तु निवृत्तिः ।। મન, વચન, કાયાના યોગોને આત્મબુદ્ધિ વડે લેવાય ત્યાં સુધી સંસાર. એ યોગો સાથે ભેદાધ્યાસ થતાં જ મોક્ષ. ૧૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy