SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ औदासीन्यनिमग्नः, प्रयत्नपरिवर्जितः सततमात्मा । भावितपरमानन्दः, क्वचिदपि न मनो नियोजयति ।। ३३ ॥ ઉદાસીન ભાવમાં ડૂબેલ, પ્રયત્નોને પાર ગયેલ અને પરમ આનંદથી યુક્ત આત્મા કોઈ પણ વિષયમાં મનને જોડતો નથી. नष्टे मनसि समन्तात्, सकले विलयं च सर्वतो याते .। निष्कलमुदेति तत्त्वं, निर्वातस्थायिदीप इव ।। ३६ ॥ મનનો સંપૂર્ણતયા વિલય થતાં જ વિભાવની પૂરી દુનિયા નષ્ટ થાય છે. (દશ્યો સાથે જોડાવાની બારી જ બંધ થઈ ગઈ ને !) અને ત્યારે વાયુરહિત સ્થાનમાં દીપક જલે તેમ પરમ તત્ત્વ ભીતર પ્રકાશ રેલાવે છે. विश्लिष्टमिव प्लुष्टमिवोड्डीनमिव प्रलीनमिव कायम् । अमनस्कोदयसमये, योगी जानात्यसत्कल्पम्॥ ४२ ॥ મનોવિલય થતાં- અમનસ્કતા મળ્યા પછી - (દહાધ્યાસથી કેવી તો દૂરી સંવેદાય છે !) યોગીને પોતાનું શરીર વિખરાઈ ગયું હોય તેવું બળી ગયું હોય તેવું, ઉડી ગયું હોય તેવું અથવા વિલીન થયું હોય તેવું લાગે છે. (દેહાધ્યાસ કેવી ઝડપથી જતો રહે!). मोक्षोऽस्तु माऽस्तु यदि वा, परमानन्दस्तु विद्यते स खलु । यस्मिन् निखिलसुखानि, प्रतिभासन्ते न किञ्चिदिव ॥ ५१॥ પોતાની બાનાવસ્થાની અનુભૂતિને શબ્દદેહ આપતાં આચાર્યશ્રી કહે છેઃ મોક્ષ મળો (હમણાં) કે ન મળો (મોડો મળો), પરંતુ પરમ આનંદ તો ધ્યાન દ્વારા એવો મળે છે કે જેમાં બધા જ સુખો બિલકુલ નગણ્ય લાગે છે. ધ્યાન એટલે સ્વરૂપસ્થિતિ. મનોગુપ્તિનો શુદ્ધાત્મક લય. ૧૪૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy