SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ મનોગુણિના શુદ્ધ પ્રકારને વર્ણવતાં પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ અષ્ટપ્રવચનમાતાની સક્ઝાયમાં કહે છે : પર સહાય ગુણ વર્તના રે, વસ્તુ ધર્મ ન કહાય; સાધ્યરસી તે કિમ ગ્રહે રે, સાધુ ચિત્ત સહાયો...૯ ધ્યાન એટલે સ્વગુણસ્થિતિ. હવે સ્વગુણોમાં જવા માટે શું પરની સહાય લેવી જોઈએ ? શ્રુતનું આલમ્બન લઈને પોતાના ક્ષમાગુણ આદિનું ચિન્તન કરવાનું અને પછી ભીતર જવાનું. પ્રશ્ન અહીં એ થાય કે મારા ઘરમાં સ્વગુણમાં જવા માટે મારે પરની-વિચારની સહાય લેવાની ? આપણે વિચાર કરીએ છીએ એ શું છે? મનોવર્ગણાના પુગલોને રી ફરીને લેવા તે. આ જ સંદર્ભમાં પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજે ચોથા સ્તવનમાં હ્યું: “જડ ચલે જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો” જડ અને સંચળ એવા આ પરમાણુઓની એંઠવાડને તું જમે? જમી શકે ? માર્મિક પંક્તિ આવી ઉપર : “સાધ્યરસી તે કિમ ગ્રહે રે, સાધુ ચિત્ત સહાયો.” આત્મતત્ત્વના ઊંડાણમાં જેને ડૂબી જવું છે એવો સાધક ચિત્તની સહાય લઈને પોતાની ભીતર જાય ? આ તો દુશ્મનની સહાયથી પોતાનું !જ્ય મેળવવા જેવું થયું ને ! યોગશાસ્ત્રના બારમા પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ પૂજ્ય હેમચન્દ્રસૂરિ મહારાજે પણ આ જ સંદર્ભ ખોલ્યો છે : , ૧૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy