SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ ચાલ્યા કરે. આ બેવડી કામગીરીને કારણે મન થોડુંક તેમાં સ્થિર રહે. પહેલાં ભાષ્ય જાપ – મોટેથી જાપ કરી, પછી જાપની સૂક્ષ્મતામાં ઊતરવું; આ પણ એકાગ્રતા માટેની અનેક રીતો પૈકીની એક રીત છે. મત્રજાપ માટેના હમણાંના એક પ્રયોગની વાત કરું. પિરામિડ આકારની નાની ઓરડી હોય, ૬ x ૬ ફીટની. એમાં સાધક બેસે. ભાષ્ય જાપ કરે. અનુભવ એવો થાય કે ઓરડીની ભીંતો અને છત એ મગ્નશબ્દોની વર્ષા સાધક પર કરી રહેલ છે. એ પછી સાધક મનોમન જાપ કરે. અને ત્યારે અનુભવ એવો થાય કે શરીર ઓરડી જેવું થઈ જાય. (પાંજરું તો આમે એ છે જ ને !) મસ્તિષ્કની છત અને છાતીની દિવાલો પરથી એ મંત્રઘોષ પરાવર્તિત થઈને સાધકને મળી રહેલ હોય. એકાગ્રતા તો ગાઢ અહીં બને જ છે. એકાગ્રતા. એકને વિષે અગ્રગામી બનવું. આ એક તે છે તમે પોતે જ. બહાર-પરમાં ખૂબ ફર્યા, ખોવાયા; હવે ઘર ભણી. કુંભારનો ગધેડો ખોવાઈ ગયો. સંબંધીઓ એની વેદનામાં સમભાગી થવા આવ્યા. કુંભાર એ વખતે હસે છે. કોઈકે પૂછ્યું : રવાના આ પ્રસંગે હસે છે કેમ ? એણે કહ્યું : જંગલમાંથી માટી લઈને ગામ તરફ આવતી વખતે રોજ હું એ ગધેડા ૧૩૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy