SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ એકતા જ્ઞાન નિશ્ચય દયા, - સુગુરુ તેહને ભાખે; જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે. નિશ્ચય અહિંસા એટલે એકત્વજ્ઞાન, એકત્વાનુભૂતિ. એક આત્મસ્વરૂપમાં ' જ ઉપયોગને સઘન બનાવવાનો. બહુ જ મઝાનો મનોવૈજ્ઞાનિક આયામ અહીં પકડાયો છે. સાધક પરમાં કયા દ્વારથી જાય છે ? વિકલ્પોના દ્વારથી જ તો! અચ્છા, તો એ દ્વાર જ બંધ કરી દેવાય ને ! શિષ્યને ઝપકી આવી છે. ગુરુ પૂછે છે : ઊંધી ગયો તું ? શિષ્ય હડબડીને જાગી જાય છે. ગુરુદેવ ! ઝોકું આવી ગયું અને ઊંઘમાં ધરતીકંપની ઘટનાનું સ્વપ્ન આવેલું. ગુરુ કહે છે સાચમા ધરતીકંપ આવી ગયેલો. પણ કયાંય કોઈને તકલીફ પડી નથી. મકાનોમાં ક્યાંક તિરાડો આવી છે. શિષ્ય કહે : ભૂકંપમાં આપને તો કોઈ તકલીફ નથી પડી? ગુરુ કહે તું સપનાના ભૂકંપમાં દટાઈ ગયો’તો એ જ તો તકલીફ થઈ ગઈ! . શિષ્ય પશ્ચાત્તાપના સુરમાં કહે છે : ઓહ ! મને ઝોકું ન આવ્યું હોત તો કેવું સારું હતું ! ગુરુ કહે છે : ક્ષણભરની બેહોશી કરતાં બીજો મોટો કોઈ ભૂકંપ નથી, એ બરોબર યાદ રાખવાને બદલે તું આ વિકલ્પોમાં જે સરી ગયો તે પણ બીજું, નવું ઝોકું નથી ? ૩૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy