________________
ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ
સવાલ એ થાય કે પોતાના ઘરે જવાનું તો દરેકને ગમે. આત્મગુણોના ઘરે જવા માટે પ્રેરણાની કેમ જરૂર પડે છે ?
પરભાવમાં એટલો લાંબો સમય રહેવાયું છે કે ઘરની વાત જ ભૂલાઈ ગઈ. બહિર્ભાવ જ ઘર થઈ ગયું ! લાંબા સમયના પ્રવાસીઓને હોટેલ જ ઘર થઈ જાય તેમ.
શું કરવું જોઈએ ?
એક ભક્તિયોગાચાર્ય એક મુમુક્ષુને માર્ગદર્શન આપતાં જે કહેલું તે અહીં ઉપકારક બને તેવું છે. તેમણે કહેલું કે એક વાર, અલપઝલપ પણ, પરમ રસનો આસ્વાદ નહિ મળે તો વિરહવ્યથા કઈ રીતે મળશે?
એમણે ઉમેરેલું : થોડી ક્ષણો માટે પણ પરમનો એવો આસ્વાદ મળી જાય કે પછી એના વિના તમે રહી ન શકો.
આવું જ અહીં થઈ શકે : ભીતરની દુનિયામાં સહેજ પ્રવેશ થઈ જાય અને ત્યાંનો વૈભવી ઠાઠ અનુભવાઈ જાય તો પરભાવને છૂટતાં શી વાર લાગે ?
ધ્યાન ભીતરની દુનિયામાં સાધકને પ્રવેશ આપે છે. ચિત્તની એકાગ્રતા તે પણ ધ્યાન છે અને સ્વગુણ સ્થિતિ પણ ધ્યાન છે. બેઉમાં ધારતલ નિર્વિકલ્પતા છે.
નિર્વિકલ્પ ઉપયોગમાં નહિ કર્મનો ચારો (ચારો = પ્રવેશ) કહીને પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજય મહારાજે નિર્વિકલ્પભાવ પર ભાર મૂક્યો. તેમણે જ સવાસો ગાથાના સ્તવનમાં નિશ્ચય અહિંસાની વ્યાખ્યા કરતાં કહ્યું કે નિર્વિકલ્પભાવમાં ઉપયોગ રહે તે જ નિશ્ચય અહિંસા. પ્યારી કરી છે :
૧૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org