________________
આવું તત્ત્વવાસિત ચિત્ત સહજ રીતે એકાગ્ર રહી શકે. ધર્મધ્યાન સહજ, સુગમ બને.
જીવનમાં જોઈ-તપાસી શકાય એવાં આ પરિણામો છે. કાયોત્સર્ગનાં વર્તમાનમાં જ મળનારાં આ પરિણામોનું પરિણામ એ આવે કે સાધક તાણ – તંગદિલીનો ભોગ ન બને, મનોશારીરિક રોગો (Psychosos matic diseases) થી બચે, સંકલ્પ શક્તિ વિકસે, ચિત્તપ્રસાદના કારણે જીવન મૃદુ-મધુર-મંજુલ બની ઉઠે.
આ કાયોત્સર્ગના આનુષંગિક ફળ છે. કાયોત્સર્ગનું પ્રમુખને ફળ આત્મવિશુદ્ધિ છે. કાયોત્સર્ગનું આધ્યાત્મિક લક્ષ્ય છે ઉત્સર્જનાતામ્સ ઉત્તરી કરણેણં” સૂત્ર એના તબક્કા બતાવે છે :
ઉત્તરીકરણ : સ્મૃતિ (સજગતા)ના અનવસ્થાનના કારણે ચિત્તધારા પર મલિનતા પ્રવેશ પામે ત્યારે તેની પાછળ સાધક જે પગલાં લેતે છે ઉત્તરીકરણ (ઉત્તરક્રિયા). એ કામ બે ભાગે થાય મલિનતાને આ વધતી રોકી લેવી અને ચિત્ત પર જે સંસ્કાર પડ્યા તેને સાફ કરી લેવા
પ્રાયશ્ચિત્તકરણ : પ્રાયનો એક અર્થ સમાન થાય છે. પ્રાયશ્ચિત્ત શબ્દમાં ચિત્ત' શબ્દની હાજરી સૂચક છે. ચિત્તમાં જે સંક્ષોભ-સંકલેશવિક્ષેપ-વિષમતા પેદા થયાં તેને હટાવી ચિત્તને પૂર્વવત્ સંતુલિત કરી લેવું એ પ્રાયશ્ચિત્ત છે.
વિશુદ્ધીકરણ ચિત્તમાં ઉપસ્થિત માલિન્ય દૂર થતાં ઉપયોગની વિશુદ્ધિ ફરી મેળવી લેવાય.
"
.
"
વિશલ્યીકરણ : જે તે પ્રવૃત્તિ કે ઘટના ભલે પૂરી થઈ ગઈ હોય, પરંતુ તેણે ચિત્તના ફલક પર સંસ્કારના ચાસ પાડ્યા તે તો રહી જાય છે. ધીરે ધીરે એકના એક સંસ્કાર એકત્ર થાય છે અને નિમિત્ત મળતાં ફરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org