SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ દ્વારા ઉપયોગ- Consciousness ની શુદ્ધતા વધતી જાય, જાગૃતિ તીર્ણ-તીક્ષ્ણતર બનતી જાય ત્યારે એક મંગળ ક્ષણ એવી આવે છે કે જ્યારે નિબિડ ગ્રંથિનો ભેદ થઈ નિજનું નિર્દાત્ત દર્શન લાવે છે. સાધના ચાલુ જ રહે છે. અવશિષ્ટ આવરણોનો ક્ષય આ જ શસ્ત્રના સહારે કરતાં કરતાં મુમુક્ષુ મુક્તિની મંજિલે પહોંચે છે. જાગૃતિ સદાને માટે અવસ્થિત થઈ જાય એ જ કેવલ્ય છે. એવું થતાં પહેલાં અભ્યાસ કરવો પડે – શુદ્ધોપયોગમાં ટકી રહેવાનો અંતરંગ પુરુષાર્થ કરવો પડે. એ સાધના જૈનોમાં “કાયોત્સર્ગ' નામે ઓળખાય છે. ' મુક્તિનું આખરી પરિણામ આવતાં પૂર્વે પ્રારંભિક દશાના કાયોત્સર્ગના પણ બીજાં સુંદર પરિણામો આવવાં શરૂ થઈ જ જાય છે જે સાધકના જીવનને સ્વસ્થ-પ્રફુલ્લ સમૃદ્ધ બનાવે છે. કાયોત્સર્ગ નિર્યુક્તિ કહે છે : देहमईजड्डुसुद्धी सुहदुक्खतितिक्खया अणुप्पेहा । झायइ य सुहं झाणं एगग्गो काउसग्गम्मिः ॥ (१४६२) દેહ અને મતિની જડતા દૂર થાય, તિતિક્ષા વધે, અનુપ્રેક્ષા બળવાન બને, એકાગ્રતા અને ધ્યાનમાં પ્રગતિ - આ કાયોત્સર્ગનાં ફળ છે. દેહની જડતા દૂર થતાં સ્કૂર્તિ અનુભવાય. શિથિલીકરણ સહજ બને. મતિની જડતા મટતાં બાહ્ય સમસ્યાઓના નિરાકરણ સરળ બને. ગ્રહણશક્તિ-સમજશક્તિ વધે. તિતિક્ષા એટલે સુખ-દુઃખથી અપ્રભાવિત રહેવાની ક્ષમતા. તિતિક્ષા કેળવાતાં નાનાં-મોટાં કષ્ટો આવી પડતાં માનસિક સમતુલા ખોરવાઈ જવાની સંભાવના ન રહે. ટેન્શન, ડિપ્રેશન કે પાગલપનની સ્થિતિ ઊભી થવા જ ન પામે. અનુપ્રેક્ષા - તત્ત્વચિંતન જામતું જાય. ચિત્ત તત્ત્વભાવિત બનતાં ચિત્તધારાની ચંચળતા અને સંક્લેશ ઓછાં થતાં જાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy