SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - ષટ્ચક્ર ભેદ નૃત્ય કર્યું હતું તે કદી નહિ ભુલાય. પૌરુષ અને માર્દવનું અપૂર્વ મિલન હતું એ નૃત્યમાં. અને સાધુના ભાવમસ્ત ચહેરા પર આરતીના પંચદીપ કરતાં ક્યાંયે પ્રકાશિત અલૌકિક તેજનાં કિરણો ફૂટતાં હતાં. અમે પાંચ સાત મૂતિઓએ સાથે મળી શિવ-ગાન ગાયાં. એના પડછંદા ઘુમ્મટને ભેદી અમારા પ્રાણને હચમચાવી મૂકતા હતા. ‘જય શિવ ૐકાર, ભજ શિવ ૐકાર'ના નાદવૈભવથી અમારું અણુએ અણુ નાચી ઊઠ્યું હતું. મોડી રાતે હું શિવાલયને નદીતીરે બાંધેલા ઘાટ ઉપર જ સૂઇ ગયો. સ્વપ્નું આવ્યું. એ મંદિરના ચોગાનમાં જાણે મોટી સભા મળી છે. પેલો સાધુ કાંઇક વ્યાખ્યાન આપે છે. એક ખૂણે બેઠો બેઠો હું સાંભળું છું. ભારે પ્રભાવ પાડે છે સાધુની વાણી. એનું જ્ઞાન ચકિત કરી દે છે. ત્યાં એક બટુક મારી પાસે આવી બેસી ગયો. માથે છુટ્ટી પિંગલવરણી જટા, સૌમ્ય સહાસ વદન, શરીર કોમળ પણ સુડોળ, આખે શરીરે ભસ્મ અને દિગંબર અવસ્થા. એના નેત્રોમાંથી એક જાતની નિર્મળ શાંતિ ઝરતી હતી. મને એ બટુક બહુ ગમી ગયો. મેં તેને કાનમાં કહ્યું : ‘સાંભળ્યું ને, કેવું અગાધ જ્ઞાન છે ! કેવી વેધક વાણી છે !' બટુકે થોડી વાર મારી સામે સ્થિર નેત્રે જોઇ કહ્યું, ‘એમાં કાંઇ નથી, એ તો આમ જાગે.' એટલું કહી તેણે મારી નાભિ પર હળવેથી થપાટ મારી અને સડ સડ સડ કરતી કોઇ વીજળી જેવી શક્તિ ઉ૫ર ચડવા લાગી. મેં જોયું તો પેલો સાધુ બોલે તે પહેલાં તેના વિચાર, શબ્દો મને સૂઝતા હતા. મારામાં જે જ્ઞાન, આનંદ, શક્તિ લહેરાતાં હતાં, એનો લાખમો ભાગ પણ સાધુની વાણીમાં નહોતો ઊતરતો. અગાઉ જેની કલ્પના પણ નહિ એવી વિરાટ ચેતના મેં મારા વ્યક્તિત્વમાં અનુભવી. મારી આંખો ઊઘડી ગઇ. આછી ચાંદનીમાં શિવાલય કમળના બિડાયેલા પોટાની જેમ તરતું હતું. પણ મારા અંતરનું કમળ જાણે સહસ્ત્રદલે વિકસિત થઇ ગયું હતું. હું જાગી ગયો; પણ મારું શરીર રોમાંચ અનુભવી ૧૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy