SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • પર્યક્ર ભેદ કરે છે. સહસ્ત્રારચક્રમાં દિવ્ય-શક્તિઓનો દિવ્ય પ્રકાશ અને પ્રેરણા ઝીલવામાં આવે છે. હવે પંક્તિઓ જોઇએ. ઇંગલા પીંગલા સુખમના સાધ કે, અરુણ પતિ નું પ્રેમ પગી રી...” સુષુમ્મામાં પ્રવેશ થતાં જ જ્યોતિર્મય ચૈતન્ય જોડે સંબંધ પાંગરે છે. અત્યાર સુધીની અંધિયારી ભીતરી ભોમકા પર ચૈતન્યનો ઉજાશ રેલાય છે. અરુણ એટલે સૂર્ય. ચેતનાના ઉજાશ જોડે આ પ્રતિકને વણેલું છે. પોતાની જાતનું સ્વામિત્વ શું છે તેનો આછો ખ્યાલ આવે અરુણપતિ શબ્દ વડે. છાન્દોગ્ય ઉપનિષદ્ કહે છે : “બાત્મતિઃ માત્મડિ: માત્માનન્દ સ્વરા.” પોતાની જાત સાથે પ્રેમ-રતિ કરનાર, આત્મામાં જ રમમાણ રહેનાર અને આત્મિક આનંદને માણનાર પોતાની જાતનો માલિક છે. અરુણપતિ નું પ્રેમ પગી રી....” ઉજાશમય ચૈતન્ય કેન્દ્ર સાથે, આત્મા સાથે સંબંધ બંધાયો. ચૈતન્ય જ પ્રભુત્વમય છે. શંકરાચાર્ય કહે છેઃ વૈતન્ય: પ્રમતિ વતુ ન નડે: વિ.' “ચૈતન્યનો જ વિજય છે બધે, જડનો ન કદાપિ.” વંકનાલ ષચક્ર ભેદ કે, દશમ દ્વાર શુભ જ્યોતિ જગી રી... સુપૃષ્ણા નાડી પૂરાયેલી હોય છે ત્યારે એ વંકનાલ કહેવાય છે. તેમાં છ ચક્રો આવેલાં છે. પકોને ભેદીને ચેતના દશમ દ્વારમાં, બ્રહ્માસ્ત્રમાં પહોંચે છે. સહસ્ત્રારમાં. ' દશમ દ્વાર...બે આંખ, બે કાન, મુખ આદિ નવ વાર તો દરેક મનુષ્યને છે. પણ આ દશમું દ્વાર સહસ્ત્રાર..... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy